જય વિરાણી, કેશોદ: સૌરાષ્ટ્ર ના માંગરોળ તાલુકા વિસ્તારમાં સુકાભઠં સમાન છેવાડાના માંગરોળ તાલુકાના ખેડૂતોની પાણી સમસ્યા દૂર કરવા માટે વર્ષો પહેલાં સરદાર પટેલ જળસંસય યોજના હેઠળ નીચેના માગરોળ તાલુકા વિસ્તારમાં આવેલ નાની મોટી નદીમાં ચેકડેમો બનાવીને આ વિસ્તારમાંની ભૌગોલિક સ્થિતિ મજબૂત કરવા માટે માત્ર નાના ચેકડેમો બનાવેલ ત્યારેથી આજ સુધીમાં આ ચેકડેમ જર્જરિત હાલતમાં છે. આ ડેમને રીપેર કરવા કરવા સ્થાનિકોએ માંગ કરી છે.
આ વિસ્તારમાંમાં જળાશયોને રિચાર્જેબલ કરવામાં આવે. નાની મોટી સંખ્યામાંની નદીઓમાં ચેકડેમો અને રિચાર્જબલ કુવા બનાવવામાં આવે તો આ તાલુકા ના ખેડૂતોને ખેતીવાડીમા ખુબ લાભ થાય તેવી શક્યતા છે. આ વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ પર જોવા જાય તો જમીનમાં પથ્થર પણ ખૂબ શિદ્વ વાળા છે. ભુગર્ભ જળની સપાટીમા પ્રવેશતા કુવાના તળની સપાટી ઉંચી આવી શકે તેમ છે તેમ સ્થાનિકોનું કહેવું છે.
હાલ કેશોદ ખાતે સરદાર પટેલ જળસંસય યોજનાની કચેરી હતી તેમની જગ્યાએ હાલ દરેક તાલુકા કક્ષાએ આવી કચેરીને સ્થાન આપવામાં આવેલ છે તે ટાર્ગેટ મુજબ યોજનાનો સર્વે કરાવડાવી આ વિસ્તારમાંના ગામોમાં.. 1-ઠેલાણા. નદી નોરી નૈત્રવતી. 2-દરસાલી 3-નગીચાણા. 4-દિવરાણા. 5-ચંદવાણા. 6-ભાટગામ 7-ગોરેજ. જેવા ગામો મા ખાસ નાની મોટી નદીઓ આવેલી છે. આ નદીઓમાં ચોમાસમાં આવેલું પાણી દરિયામાં જતુ રહે તે માટેની દરખાસ્ત તૈયાર કરી સમાચાર પહેલાં ભુગર્ભ જળ રિચાર્જેબલની સિસ્ટમ પર યોજના બનાવીને મંજૂરી મેળવવીને પ્રથમ વરસાદી પાણીનો સારો લાભ ખેડૂતોને મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. તેથી આ બાબતની ગંભીરતાથી લઈ આ વિસ્તારમાં ની ખેડૂતો માટેની સમસ્યાઓ હલ કરવામાં આવે તે બાબતે દરખાસ્ત મૂકવામાં આવી છે.
નદીમાં પાણીનો સંચય થાય પાણી વહી જતું અટકાવીને જળસંસય સપાટી ને ઉંચી લાવી શકાય તેમ છે. નદીના કિનારે હાલ પડતર જમીનમાં પેશકદમી દિનપ્રતિદિન વધી રહ્યી છે. નદી કિનારે વુક્ષારોપણ કરવામાં આવે તો પણ ફાયદો થઈ શકે છે.