અબતક,રાજકોટ

વિદાય લઇ રહેલા પર્વાધિરાજનો સંદેશ આપતા આ અવસરે પરમ ગુરુદેવ અત્યંત મધુર વાણીમાં સમજાવ્યું કે હેપીનેસ કમ્પેશન પ્રેમ વાત્સલ્ય અને સદગુણોની અમૂલ્ય ગિફટ લઇને આવ્યા હતા આ પર્વાધિરાજ જયાં જયાં જેની જેની સાથે પ્રોબ્લેમ થયા છે ત્યાં સોરી નામની સોફામાઇનસીની પ્રેરણા લઇને આવ્યા હતા આ પર્વાધિરાજ આપણા અંદરની ખરાબ યાદો ને ભૂંસવાની પ્રરેણા આપવા આવ્યા હતા આ પર્વાધિરાજ આપણા જીવનના દરેક વ્યવહાર, આપણા રિલેશન્સ, ઇમોશન્સ બધું જ આપણી અંદરની મેમરીના આધાર પર હોય છે.  માટે જ પરમાત્મા કહે છે અંદરમાં પડેલી બધી જ ખરાબ યાદોને ભૂંસી અને સારી યાદોને વધારતા જઇએ.

જેમ જેમ ગુડ મેમરી વધતી જશે તેમ બેડ મેમરી ડીલીટ થતી જશે એમ અંદરની ગુડ કવોલીટી વધતી જશે. અંદરની ગુડ કવોલીટી અને અન્યને તકલીફ ન આપવાનો સદવ્યવહાર તે સૌથી મોટો ધર્મ હોય છે પ્રભુ કહે છે તારા અંદરની સમજ વધારી દે તો તારો વ્યવહાર પણ સારો બની જશે.પરમ ગુરુદેવની અમૂલ્ય વાણી સાથે જ આ અવસરે JAINA પ્રમુખ મહેશભાઇ વાઘરે આ અવરસે પરમ ગુરુદેવે આપેલી સત્યની સમજ અને જ્ઞાન બદલ પરમ ગુરુદેવ પ્રત્યેના અહોભાવ અને ઉપકાર ભાવની અભિવ્યકિત કરવા સાથે વારંવાર આવો લાભ આપવાની વિનંતી કરી હતી.

ગ્લોબલ પર્યુષણ મહાપર્વના આયોજન બદલ દરેક સહકારીઓ પ્રત્યે આભાર અભિવ્યકિત કરી હતી. આ સાથે જ શરદભાઇ દોશીએ પણ ઉપકાર ભાવની અભિવ્યકિત કરી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસથી JAINA ના ભાવિકોને જીવન સાર્થકતા અને આત્મ કલ્યાણની પરમ દિશા તરફ દોરી જઇ રહેલ ગ્લોબલ પર્યુષણ મહાપર્વમાં પરમ ગુરુદેવની જ્ઞાન વાણી સાથે પ્રેરણાત્મક દ્રશ્યાંકન આદિ દ્વારા સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંતમાં અનેક અનેક ભાવિકોના મનમાં ઊઠતા પ્રશ્ર્નોના પરમ ગુરુદેવ દ્વારા આપવામાં  આવેલા સમાધાન દરેક ભાવિકોને ધર્મની વાસ્તવિક સમજ આપી ગયા હતા. અંતરમાં કંઇક અમૂલ્ય પ્રાપ્ત થયાના અત્યંત આનંદ અને સતિસફીશન  અનુભુતિ સાથે JAINA ના ભાવિકો માટે ગ્લોબલ પર્યુષણ મહાપર્વ કદી ન ભૂલાય તેવું અવિસ્મરણીય સંભારણુ બની ગયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.