શાંતિપૂર્ણ શરૂ થયેલો વિરોધ ગંભીર ઘટનામાં પરિણમ્યો: નાશભાગ મચી
મચ્છરો મામલે બપોરે મીટીંગ મળ્યા બાદ કોઈ નિવેડો નહીં આવતા મોરબી રોડ પર ‘રસ્તા રોકો આંદોલન’ બાદ મામલો બિચક્યો
રસ્તા રોકો આંદોલન સમેટવા પોલીસે ઘટના સ્ળે આવી પહોંચી પ્રમ સમજાવવાની કોશીશ કરી પરંતુ વિરોધ ઉગ્ર બન્યો અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
લાઠીચાર્જ બાદ આંદોલનકારીઓ યાર્ડમાં ઘૂસી ગયા: પોલીસ યાર્ડની અંદર જતા વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો: પથ્થરમારાી ૩ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત
પોલીસ વાહનોના કાચ તૂટ્યા, ટાયરો સળગાવાયા, હાલ સીસીટીવીના આધારે પોલીસ તપાસ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મચ્છરો મામલે યાર્ડના વેપારીઓ-મજૂરોએ ઉગ્ર વિરોધ નોંધાવતા લાઠીચાર્જ, પથ્થરમારોના બનાવો બનવા પામ્યા છે. બપોરે મીટીંગ મળ્યા બાદ વેપારીઓ-મજૂરોએ શરૂઆતમાં મોરબી રોડ પર રસ્તા રોકો આંદોલન ચાલુ કરતા આ આંદોલને ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આંદોલનથી પોલીસે સ્થળ પર આવી લાઠીચાર્જ કરી વિરોધ નોંધાવતા વેપારીઓ-મજૂરો-ખેડૂતો ઉપર બળપ્રયોગ કર્યો હતો. આ બળ પ્રયોગથી અને લાઠીચાર્જી આંદોલનકારીઓ માર્કેટીંગ યાર્ડની અંદર જતા રહ્યાં હતા. ત્યારે પોલીસ યાર્ડની અંદર જતાં અંદર પુરાયેલા આંદોલનકારીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જુદી જુદી ટુકડીઓ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા અને તે સમયમાં જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેની સામે અટકાયત પગલા લીધા. ત્યારબાદ પણ મામલો શાંત ન પડતા પોલીસે ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્ની શાખાની મદદ લીધી હતી. આ ગંભીર ઘટનામાં ત્રણ પોલીસ કર્મી પણ ઈજા પામ્યા છે. જેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી રહી છે અને જેટલા લોકો પણ આ મામલે શંકાસ્પદ ભૂમિકામાં દેખાશે તેટલાની અટકાયત કરવામાં આવશે. અત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડ વેપારી કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઈ કામાણી સહિત ૩૦ જેટલા આગેવાનોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો હોય અને તેના ત્રાસથી કંટાળી અંતે રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ, મજૂરી, કમિશન એજન્ટો આજે બપોરે સત્તાધીશો સાથે મીટીંગ કરી હતી. આ મીટીંગમાં યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. આ મીટીંગમાં આજે યાર્ડના વેપારીઓ, મજૂરી વગેરેના આ અસહ્ય ત્રાસનો કોઈ નિવેડો નહીં આવતા અંતે આજે બપોરે યાર્ડના કર્મીઓએ મોરબી રોડ પર રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. બપોરે મીટીંગ બાદ શરૂઆતમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડી બેડી ચોકડી સુધી યાર્ડના વેપારીઓ, મજૂરો ઉપરાંત ગામના અમુક લોકો પણ આ આંદોલનમાં જોડાયા હતા. મોરબી જવાનો મુખ્ય રોડ બ્લોક થતાં સ્થાનિક પોલીસ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી.
આ આંદોલન સામે પહેલા પોલીસે મામલો શાંત પાડવાનો અને આંદોલનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ લોકોએ ચક્કાજામ કરવાનું બંધ નહીં કરતા અંતે પોલીસે બળપ્રયોગ કર્યો. આ બળપ્રયોગમાં પોલીસે આંદોલનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો. વેપારીઓ, મજૂરો સહિત વિરોધ નોંધાવતા દરેક ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો પરંતુ આંદોલનકારીઓનું ટોળુ નહીં વિખેરાતા ઉલ્ટાનું આ ટોળુ રાજકોટ માર્કેટીંગ યાર્ડની અંદર દોડી ગયું.પોલીસે આ મામલો ઠરીઠામ કરવા માર્કેટીંગ યાર્ડની અંદર જતાં અંદર પુરાવેલા વેપારીઓ, મજૂરો, ખેડૂતોએ પોલીસ સામે પથ્થરમારો કરતા મામલો વધુ બિચક્યો હતો. આ આંદોલનકારીઓમાં વેપારીઓ, મજૂરી સહિત ૫૦૦૦ જેટલા લોકો જોડાયા હતા.
પથ્થરમારા પહેલા પોલીસની મહત્વની શાખાઓએ આવીને ખેડૂતો, વેપારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાતચીતી મામલો શાંત ન પડતા ઉલ્ટુ ઉગ્ર બોલાચાલી થતાં ટોળુ વિફરી પડયું અને પોલીસે લાઠીચાર્જી બળપ્રયોગ કરવો પડયો. પોલીસ સામે પથ્થરમારો થયા બાદ પોલીસે એકસ્ટ્રા ફોર્સની મદદ લીધી ત્યારે ક્રાઈમ બ્રાંચ સહિતની શાખાઓ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ સાથે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યાર્ડ ખાતે મામલો શાંત પાડવા આવી પહોંચ્યા હતા.
પોલીસ સામે પથ્થરમારો કરી રહેલા આંદોલનકારીઓને રોકવા માટે પોલીસ અધિકારીઓએ જુદી જુદી ટુકડીઓ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પથ્થરમારો કરેલા તમામ લોકોની સામે આકરા પગલા લેવા અટકાયત કરવામાં આવી હતી. યાર્ડના મુખ્ય ૩૦ જેટલા ઉગ્ર વિરોધ નોંધાવનારાઓની હાલ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ તકે પોતાની સલામતી માટે, પથ્થરમારાથી બચવા હેલ્મેટ, ડેરીગેટ્સ વગેરે સાધનોથી સજ્જ થઈ ઉગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરો મામલે આજે શાંતિપૂર્ણ શરૂ થયેલો વિરોધ માત્ર મિનિટોમાં જ ગંભીર ઘટનામાં પરિણમ્યો હતો. ચારેબાજુ પોલીસના લાઠીચાર્જી બેડી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આંદોલનકારીઓના પથ્થરમારાી હાલ ૩ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત યા છે. જેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પથ્થરમારાથી પોલીસના વાહનોને પણ નુકશાની વા પામી હતી. ઘણા પોલીસ વાહનોના કાચ તૂટવા સહિતની નુકશાની થઈ છે.
આ અંગે હાલ પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર મામલો તપાસી રહી છે. સીસીટીવી ફૂટેજમાં જેટલા આંદોલનકારીઓ નજરે પડશે. તેમજ જેટલા લોકો શંકાસ્પદ ભૂમિકામાં દેખાશે. તેટલાની અટકાયત કરવામાં આવશે. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ૩૦ જેટલા અગ્રણીઓની ઉગ્ર વિરોધ નોંધાવવા સામે અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના મામલે ઉગ્ર વિરોધ નોંધાવવા કે રસ્તા રોકો આંદોલન કરવાની કોઈ અગાઉ જાણ કરાઈ ન હોવાનું જણાવ્યું છે. તેમજ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓના મત મુજબ તેઓ આ પથ્થરમારો તેઓએ કર્યો ન હોવાનું તેમજ યાર્ડની અંદર ઘૂસી ગયેલા આવારા તત્ત્વોએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હા ધરી રહી છે.
ચક્કાજામને લઈને ટ્રાફિકજામ
રાજકોટ બેડી યાર્ડ બહાર ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર બેસી ગયા હતા. જેના લીધે ચક્કાજામ સર્જાયો હતો. રાજકોટી મોરબી તરફ જતા વાહનો થંભી ગયા હતા અને વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ખેડૂતો અને વેપારીઓના ચક્કાજામી ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડ અંદર જતા રહ્યાં હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
૩૦ જેટલા લોકોની અટકાયત: ડીસીપી ઝોન-૧
રાજકોટ ઝોન-૧ના ડીસીપી રવિમોહન સૈનીના જણાવ્યા મુજબ ચક્કાજામ કરી રહેલા ૩૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ચક્કાજામ કરી રહેલા ખેડૂતો અને વેપારીઓ પોલીસ આવતા જ યાર્ડની અંદર ઘૂસી ગયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઈને પોલીસે પથ્થરમારો કરી રહેલા ૩૦ જેટલા લોકોની હાલ અટકાયત કરી છે.
પથ્થરમારો અમે નથી કર્યો, આવારા તત્ત્વોએ કર્યો: અટકાયતીઓ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ઉગ્ર આંદોલન મામલે પોલીસે પથ્થરમારો કરનારા અનેકની અટકાયત કરી છે. ત્યારે તેઓએ આ મુદ્દે જણાવ્યું હતું કે, પોલીસ પર પથ્થરમારો અમે ન્હોતો કર્યો, યાર્ડમાં ઘુસી ગયેલા આવારા તત્ત્વોએ મામલો ઉગ્ર બનાવી પથ્થરમારો કર્યો છે. હજુ જેટલા પણ લોકો શંકાસ્પદ ભૂમિકામાં દેખાશે તેઓની સામે અટકાયતી પગલા ભરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.