ડેન્ગ્યુના ત્રણ, ચિકનગુનિયાના બે અને મેલેરિયાનો એક કેસ નોંધાયો મચ્છરોની ઉત્પતિ સબબ 724 લોકોને નોટિસ
સતત વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. કોરોનાના શહેર વચ્ચે રાજકોટમાં હાલ કેવી પરિસ્થિટીનું નિર્માણ સર્જાયું છે કે માગો તે તાવ હાજર છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાએ પણ હાહાકાર મચાવ્યો છે. .મચ્છરોને નાથવા મેયર દ્વારા આપવામાં આવેલા આદેશ બેઅસર સાબિત થઈ રહ્યા છે. દરમિયાન ગત સપ્તાહએ મચ્છરોની ઉત્પતિ કોર્પોરેશન દ્વારા 723 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યુના નવા ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના બે કેસ અને મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો છે.આ ઉપરાંત શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી ઉધરસ ના 354 કેસ સામાન્ય તાવના 82 કેસ અને ઝાડા ઉલટીના 94 કેસ મળી આવ્યા છે મચ્છરજન્ય રોગ શાળાની અટકાયત માટે 14648 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે.
1692 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. બિન રહેણાંક હોય તેવી 563 જગ્યાએ મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો.દરમિયાન રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ જણાતાં 724 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક્શન પ્લાનને મચ્છર પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દિન પ્રતિદિન રોગચાળા વધે રહ્યો છે.