મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે આરોગ્ય શાખા દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ
ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નામી હોસ્પિટલોમાંથી મચ્છરોનાં લારવા મળી આવતાં રૂા.૫૪ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા બે દિવસ દરમ્યાન શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં મચ્છરોનાં ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જી.ટી.શેઠ હોસ્પિટલ, બી.ટી.સવાણી હોસ્પિટલ, ખોડિયાર ડાયનોસીસ, મધુરમ હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, લોડર્સ હોસ્પિટલ, ખુશી આઈ હોસ્પિટલ, દેવશિયા હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, મેઘાણી હોસ્પિટલ, કોલમ્પર્સ હોસ્પિટલ, ડો.સંજય ત્રિવેદી હોસ્પિટલ, અમર્ત્ય સ્પર્મ હોસ્પિટલ, જેનેસીસ હોસ્પિટલ, ડો.સંદિપ પાલા હોસ્પિટલ, સ્વામિનારાયણ ગુરૂકુલ હોસ્પિટલ, શિવાની હોસ્પિટલ, પી.ડી.યુ.મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે ચેકિંગ દરમિયાન મચ્છરોનાં લારવા મળી આવતા રૂા.૫૪ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
હાલ વરસાદી ઋતુને કારણે હોસ્પિટલ/ પ્રિમાઈસીસોમાં અગાસી, છજજા તથા સેલર સહિત વગેરે જગ્યાઓમાં પાણીનો જમાવડો થાય છે. જેમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસઈજીપ્તી મચ્છરની ઉત્પતિ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગયુ રોગ અટકાયતીનાં ભાગરૂપે આવી હોસ્પિટલ સહિત પ્રિમાઈસીસોમાં મચ્છર ઉત્પતિ સબબ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
આ કામગીરી મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની સુચના અનુસાર
આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, નાયબ આરોગ્ય
અધિકારી ડો.મનીષ ચુનારા, નાયબ આરોગ્ય
અધિકારી ડો.હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તથા ઈસ્ટ ઝોન મેલેરિયા
ઈન્સ્પેકટર દિલીપદાન નાધુ, વેસ્ટ ઝોન
મેલેરિયા ઈન્સ્પેકટર બી.વી.વ્યાસ, સેન્ટ્રલ ઝોન
મેલેરિયા ઈન્સ્પેકટર પિનાકીનભાઈ પરમાર તથા સુપિરીયર ફિલ્ડ વર્કર, ફિલ્ડ વર્કરો
દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.