- નવો પ્રયોગ સફળ રહ્યાનો શહેરીજનોને પણ થયો અહેસાસ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મચ્છુરોનો ઉ5દ્રવ વધુ રહે છે. નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ5દ્રવ રહેવાને કારણે કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા રોગ ફેલાવતા નથી. 5રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વધવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુ્સન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉપદ્રવની ફરિયાદ વધુ રહે છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા ન્યુસન્સ મચ્છરની ઉત્પતિ અટકાવવાના સઘન પ્રયાસો થઇ રહ્યા છે. કમિશનર તુષાર સુમેરાની સુચના અન્વયે નદીકાંઠાના વિસ્તારોમાં કયુલેક્ષ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી પોપટપરા રેલનગર પાછળ આજીનદી ખાતે દવા છંટકાવની કામગીરી છ દિવસથી સતત કરાવવામાં આવી રહી છે.
વાહક નિયંત્રણની કામગીરીમાં ડ્રોન ટેકનોલોજીથી દવા છંટકાવની કામગીરી હેઠળ છત્ર5તી શિવાજી ટાઉનશી5, રેલનગર પાછળ આજીનદીમાં, બેડીચોકડી પાસે પુલથી જમણી બાજુ (ભગવતીપરા બાજુ તથા જયપ્રકાશનગર બાજુ), બેડી વિસ્તાર બ્રીજની ડાબી સાઇડ, ઘોરીયા પુલ પો5ટ5રા પાસે આજીનદીમાં, ભગવતી પરા બ્રીજથી કેસરી પુલ સુધી, ભગીની ટાઉનશી5ની પાછળ આજીનદીમાં તથા 53 કવાટર્સ પાછળના વિસ્તારોમાં ડ્રોન મારફતે મચ્છરના પોરા તથા પુખ્ત મચ્છરના નાશ માટે દવા છંટકાવની કામગીરી સતત ચાલુ છે.
આ ઉપરાંત છત્રપતી શિવાજી ટાઉનશી5, રેલનગર પાછળ આજીનદીમાં એક ડીવીડર મશીન તથા બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ બીજા ડીવીડર મશીન વેલ કાઢી ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત મેન્યુઅલી રાજકોટ શહેરના મરચાપીઠ પાસે, વોરાના પુલ નીચે, રામનાથઘાટ, કપીલા હનુમાન, આજી વસાહત ઇન્ડ્રસ્ટીઅલ વિસ્તાર પાછળ તથા જંગ્લેશ્ર્વર શેરી નં.ર4 પાસે આજીનદી વિસ્તારમાં ફિલ્ડવર્કરો દ્વારા વેલ કાઢી નદી વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉ5રાંત પુખ્ત મચ્છરના નાશ માટે ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઉ5રાંત રેલનગર અને પોપટ5રા વિસ્તારમાં એમ કુલ 4 વાહન મારફતે વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા આઉટડોર ફોગીંગની કામગીરી કરાવવામાં આવી રહી છે.
આ મચ્છરો ગંદા, પ્રદૂસિત પાણીમાં જ ઉછરવાનું પસંદ કરે છે. આ મચ્છરો સાંજના સમયે ઘરમાં ઘુસે છે અને અડધી રાત્રે કરડે છે. દિવસ દરમ્યાન આ મચ્છર ઘરના અંધારા ખૂણાઓ, ખાલી વાસણો કે ફર્નિચર નીચે ભરાઇ રહે છે અથવા ઘરની બહાર નીકળી જાય છે. જ્યારે વાતાવરણનું તાપમાન 22 થી 38 સે. જેટલું હોય અને ભેજનું પ્રમાણ 70% ની આસપાસ હોય તે ક્યુલેક્ષ મચ્છર માટે અનુકુળ વાતાવરણ હોય છે. માટે સવાર સાંજે ઘરના બારી બારણા બંધ રાખવાથી મચ્છરના ત્રાસમાંથી રાહત થાય છે.