કોરોનાની મહામારીથી ગુજરાત આખુ ચિંતિત છે. ત્યારે રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટમાં સતત કોરોના કેસોનો ભરાવો થઈ રહ્યો છે. કોરોના ટેસ્ટીંગથી લઈ સ્મશાનો સુધી લાઈનો જોવા મળે છે. રાજકોટમાં રામનાથપરા મુકિતધામ બાપુનગર સ્મશાન, મોટામવામાં નવાગામમાં, મવડીમાં કોવિડ મૃતદેહોને અગ્નિદાહ આપવામા આવી રહ્યું છે. શહેરમાં બીજા છ સ્મશાનમાં કોવિડ દર્દીનાં અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામા આવી છે. ત્યારે રાજકોટ શહેરનું મોટામાં મોટું રામનાથપરા મુકિતધામની મુલાકાત લેવામાં આવી હતી અને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
કોરોનાનો કાળો કહેર: ડરના માર્યા સ્મશાને અસ્થિ લેવા જતા નથી છેલ્લા ચાર મહિનામાં 2200થી વધુ અસ્થિકુંભના થયા ઢગલા
રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. હાલ કોરોના ટેસ્ટીંગથી લઈ સ્મશાનોમાં વેઈટીંગ સાથે અસ્થીકુંભનો પણ પુરાવો થયો છે. ત્યારે રામનાથપરા મૂકિતધામમાં છેલ્લા ચાર મહિનામાં 2200થી વધુ અસ્થીકુંભનો ભરાવો થયો છે. સ્મશાનગૃહમાં લોકો અગ્નિસંસ્કાર પછી કોરોના ડરમા અસ્થીકુંભ પણ લેવા જતા નહિ હોવાથી રામનાથપરા મૂકિતધામમાં કુંભ રાખવાના કબાટો ભરાયા છે. રામનાથપરા મુકિતધામના સંચાલકો હોદેદારો દર છ મહિને હરિદ્વારમાં અસ્થી પધરાવવા જાય તે પહેલા જેમના સ્વજન મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારને પત્ર લખી જાણ કરીએ. પૂજા કરવા પણ જાણ કરીએ પરંતુ 50 ટકા લોકો આપવા નથી ત્યારે અમે અસ્થીકુંભને પધરાવીએ છીએ. તેવું સરગમ કલબ તથા રામનાથપરા મૂકિતધામનના સંચાલક ગુણુભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ.
રામનાથપરા મુક્તિધામમાં દરરોજ 40થી વધુ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી છીએ: ગુણુભાઈ ડેલાવાળા
અબતક સાથેની વાતચિત દરમિયાન સરગમ કલબના સંચાલક ગુણુભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે છેલ્લા 27 વર્ષથી રામનાથપરા મૂકિતધામનું સંચાલન કરીએ છીએ. હાલમાં કોરોના સ્થિતિ ખૂબજ ગંભીર છે. રામનાથપરા મૂકિતધામમાં મૃતદેહોના અંતિમસંસ્કારમાં વેઈટીંગ જોવા મળે જેમજેમ અંતિમ સંસ્કાર થતા જાય તેમ તેમ મૃતદેહોને લેવામાં આવી રહ્યા છે. દરરોજના કોવિડ તથા જનરલના 36 થી 40 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે હાલમાં દરરોજ 15 થી 20 મૃતદેહોતો કોવિડના જ હોય છે આટલી હદે સ્થિતિ ગંભીર થતી જાય છે. અમને મૃતદેહો લેવામાં તકલીફ નથી. પરંતુ અમારો સ્ટાફ થાકયો છે. તેમને કોવિડની અસર થશે. તેના ડરના માર્યા આવતા નથી.
પહેલા મૂકિતધામમાં 30નો સ્ટાફ હતો. અત્યારે 10 થી 12 માણસો કોવિડની બિકના કારણે નથી આવતાં ત્રણથી ચાર લોકોને કોરોના થયો છે. ત્યારે કેવી રીતે બોડી મેઈન્ટેઈન કરવી કેવી રીતે લેવી તે મુખ્ય પ્રશ્ર્ન ઉદભવીત થયો છે.છતા અમે જૂના માણસોને બોલાવીએ છે. સ્થિતિ ખૂબજ ગંભીર છે લોકો ડરે છે. કે કોરોના થઈ જશે. તો આ પરિસ્થિતિનો કેવી રીતે ઉકેલ લાવવો તે સમાજના દરેક લોકોએ સાથે મળી લાવવો પડશે. અત્યારે આવું સ્વરૂપ છે તો ભવિષ્યમાં આનું સ્વરૂપ મોટું થશે. રાજકોટના તમામ સ્મશાનો પોતાની રીતે મહેનત કરે છે. મહિનામાં અંદાજીત 900 થી 1000 મૃતદેહો આવે છે. માર્ચ મહિનાની વાત કરૂ તો 830 મૃતદેહો હતા એપ્રીલમાં આજ સુધીનું કહે તો ઓછામાં 500 મૃતદેહોના અંતિમસંસ્કાર થયા છે. અમારાથી શકય થાય તેરીતે વ્યવસ્થા ગોઠવી ઓછીએ સરકારને મદદરૂપ થઈએ અને મદદરૂપ થતા રહીશુ.