સુત્રાપાડામાં પણ અડધો ઈંચ ખાબકયો: છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ: હજુ ૪ દિવસ હળવાી મધ્યમ વરસાદની આગાહી: રાજ્યમાં મોસમનો કુલ ૮૭.૯૧ ટકા વરસાદ
ઉત્તર રાજસન અને તેની સાથે જોડાયેલા ઉત્તર મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તરપ્રદેશ પર વેલમાર્ક લોપ્રેસર હાલ સક્રિય છે જેની અસરના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાના ૨૦૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજ સુધીમાં ગુજરાતમાં મોસમનો કુલ ૮૭.૯૧ ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સવારે ૨ કલાકમાં ધોધમાર ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સુત્રાપાડામાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં હાલ સાર્વત્રીક અને ભારે વરસાદ પડે તેવી એકપણ સીસ્ટમ સક્રિય ની. છુટા છવાયા વિસ્તારોમાં હળવાી મધ્યમ વરસાદ પડશે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૦૪ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના હારીજમાં ૩ ઈંચ પડયો છે. આજ સુધીમાં ગુજરાતમાં મોસમનો કુલ ૮૭.૯૧ ટકા વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૩.૯૬ ટકા, કચ્છમાં ૧૦૨.૨૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૨.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૯૮ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૬૬.૮૫ ટકા જેટલો વરસાદ પડયો છે. વેલમાર્ક લો-પ્રેસરની અસરના કારણે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમી ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારો જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગર તા ગીર-સોમનાથ જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં સૂર્ય નારાયણ સતત વાદળો વચ્ચે સંતાકુકડી રમી રહ્યાં છે. આજે સવારે ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં ૬ થી ૮ વાગ્યા સુધીના ૨ કલાકના સમયગાળામાં ૨ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી ઈ ગયું હતું. આ ઉપરાંત સુત્રાપાડામાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. સવારી ૧૧ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી ચાર દિવસમાં વરસાદનું જોર ઘટશે ત્યારબાદ એક પખવાડીયુ મેઘ વિરામ જેવો માહોલ રહેશે. સપ્ટેમ્બરના આરંભે ફરી નવી સીસ્ટમ સક્રિય થાય તેવી શકયતા છે જેની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરી ભારેી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.