વેસ્ટર્ન-ડિસ્ટબર્ન્સ પાસ થતા બે દિવસથી તાપમાનનો પારો પટકાયો
અબતક, રાજકોટ
ગુજરાતમાં હવે શિયાળાની સિઝન પૂર્ણતાના આરે છે. છેલ્લા ચારેક દિવસથી વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થઇ રહ્યા છે. જયારે બપોરના સુમારે ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી વેસ્ટર્ન ડિસ્બન્સ પાસ થઇ રહ્યું હોવાના કારણે છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુંસાર હવે શિયાળાની સિઝન વિદાય લેવામાં છે આગામી ર0મી સુધી શહેરમાં લધુતમ તાપમાનનો પારો 1પ થી 16 ડિગ્રી સેલ્શીયસ વચ્ચે રહેશે ત્યારબાદ લધુતમ તાપમાન ર0 ડિગ્રીએ પહોંચી જશે હવે મહત્તમ તાપમાનનો પારો તો 3ર ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ક્રમશ: લધુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાંતો રહેશે અને ઠંડીના જોરમાં ઘટાડો થશે એકાદ મહિના સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ઉનાળાનો આકરા તડકા પડવાનું શરુ થઇ જશે.
આજે રાજકોટનું લધુતમ તાપમાન 15.8 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. ગઇકાલની સરખામણીએ આજે લધુતમ તાપમાનમાં અધો ડીગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો વાતાવરણ માં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની સરેરાશ ઝડપ 7 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. રાજયના તમામ શહેરોમાં હવે લધુતમ તાપમાનનો પારો ડબલ ડિઝીટમાં પહોંચી ગયો છે.વહેલી સવારે અને મોડી રાતે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે તેવી ઠંડી પડે છે જયારે બપોરે પંખા અને એસી ચાલુ રાખવી પડે તેવી ગરમીનો અહેસાસ થઇ રહ્યા છે.