સ્વાસ્થ્ય જાળવણી એ હાલનાં ઝડપી યુગમાં લોકો દ્વારા વધુને વધુ ધ્યાનમાં રખાતી બાબત સાબિત થઈ છે ત્યારે કહેવાય છે કે, પહેલાનાં લોકો દ્વારા થતા દરેક કાર્યએ સ્વાસ્થ્યને ઉપયોગી થતા હતા. આપણા વડવાઓ દ્વારા વહેલા ઉઠી કરવામાં આવતું કાર્ય જેમ કે વહેલા ઉઠી કરવામાં આવતું વાસ્તદુ, સવારનાં સમયમાં દખાતુ દરણું એટલે કે ઘંટલાને ચલાવવી સાથે સવારે ગાય ચરાવવા જવું આવી બધી જે રીતો હતી એજ રીતને લીધે સ્વાસ્થ્યની જાળવણી આપોઆપ જળવાઈ રહેતી હતી. પહેલાનાં લોકો કયારેય આપણે હાલનાં લોકોની જેમ જીમમાં જતા કે કસરત માટે અલગ સમય ફાળવતા જોયા નથી.
એક અભ્યાસ મુજબ સવારનાં સમયમાં કરવામાં આવેલી કસરત સૌથી અસરકારક સાબિત થાય છે. હાલનાં વધતા જતા જંક ફુડનાં વપરાશની સ્થુળતાનાં પ્રશ્ર્નોથી હેરાન થતા લોકો કસરત માટે વધુને વધુ સમય આપતા હોય છે પરંતુ એક તારણ પ્રમાણે એવું સાબિત થયું છે કે, દિવસમાં પાંચ વાર કસરતમાં સમય આપતા લોકો કરતા સવારનાં સમયમાં એક વાર કસરતમાં સમય આપતા લોકોની સ્થુળતામાં ઘટાડો નોંધાયો છે. આ વૈવિઘ્યસભર વિશ્ર્લેષણ એરીક વિલીસ દ્વારા કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે, ૧૦૦ કિલોથી વધુ વજન ધરાવનાર લોકો પોતાની જાતને ફીટ રાખવા માટે અઠવાડીયામાં પાંચ વાર લેબોરેટમાં કામ કરે છે. જોગિંગ કરે છે, સાથે જ પોતાનો પરસેવો થાય ત્યાં સુધી કસરતો કરતા હોય છે. દસ મહિનાનાં અંતે તેમનો વજન પાઉન્ડમાં ઓછો થતો જોવા મળતો હોય છે પરંતુ એ જળવાતો નથી.
વેટલોસ કરવા માટે ઘણા બધા કારણો કારણભુત હોય છે. જેમ કે જમવાની આદત, આરામ અને માનસિક પરિસ્થિતિ, કાર્ય કરવાની આદત, પોતાનું કાર્યક્ષેત્ર વગેરે કારણભુત હોય છે અને ખાસ કરીને કામનાં સમય અને કામ કરવાની રીત સ્થુળતા પર ઘણી અસરકારક સાબિત થાય છે. અભ્યાસમાં ભાગ લેનાર લોકો જયારે કસરત માટે જીમમાં જતા ત્યારે તેમનો સમયગાળો સવારે ૭ થી સાંજે ૭ દરમ્યાન નોંધવામાં આવ્યો જયારે તે લોકોને તેના શેડયુઅલ માટે ખાસ જાણકારી આપવામાં આવી હતી. જયારે કસરત સાથે તેમનાં શેડયુઅલમાં એક સરખી પેટર્ન નોંધવામાં આવી હતી. પરંતુ જે લોકો કસરત સવારનાં સમયમાં કરે છે તેનો વજન નોંધપાત્ર ઘટતો જોવા મળ્યો છે. જયારે બપોર પછી એટલે કે ૩ વાગ્યા પછી કરવામાં આવતી કસરતની અસર કરતા સવારની કસરતથી લોકોને સ્વાસ્થ્યમાં વધુ સુધાર જોવા મળ્યો છે અને લોકો માટે સવારની કસરત એ વધુ ફળદાયી નિવડશે તેવું તારણમાં જણાવવામાં આવ્યું છે.