ડો.વિશાલ પોપટાણી તા ડો.માધવ ઉપાધ્યાયની ટીમે અત્યંત જટીલ સર્જરી ખૂબજ સફળતાપૂર્વક કરી: અભિનંદન વર્ષા
અમરેલી પંકના એક વૃધ્ધની હૃદયની મુખ્ય ધમનીમાં મોરલી થઈ જતા રાજકોટની સિનર્જી હોસ્પિટલનાં હૃદયરોગ નિષ્ણાંત ડો.વિશાલ પોપટાણીએ સફળ સારવાર કરી છે. જેના સાક્ષી સમગ્ર ભારત દેશના સેંકડો હૃદયરોગ નિષ્ણાંતો બન્યા છે.
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક ખાતે ૧૨ નામાંકીત નિષ્ણાંત તબીબોના ડાયરેકટર પદ ધરાવતી સિનર્જી હોસ્પિટલમાં તમામ દર્દની સારવાર ઉપલબ્ધ છે.
ટીમ સિનર્જીમાં ડો.વિશાલ પોપટાણી, ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માકડીયા, ડો.શ્રેણીક દોશી, ડો.સત્યમ ઉધરેજા અને કાર્ડીયાક વાસ્કયુલર સર્જન ડો.માધવ ઉપાધ્યાયએ તબીબી જગતમાં નવા આયામો સિધ્ધ કર્યા છે.
અમરેલી પંકના મતીરાળા ગામના માધાભાઈ બોરસાણીયા (ઉ.વ.૬૦) છેલ્લા કેટલાક સમયી બીપી અને હૃદયરોગની બીમારીી પીડાતા હતા. તેમાંય છેલ્લા દોઢ માસી તો છાતી અને પીઠમાં ભારે દુ:ખાવો તથા અને ૧૫ દિવસ તો અસહ્ય દુ:ખાવાનો ભોગ બન્યા હતા. માધાભાઈ બોરસાણીયાએ રાજકોટમાં ૩ મોટી હોસ્પિટલોમાં પોતાના દર્દનું નિદાન કરાવવા ગયા હતા. અંતે સિનર્જી હોસ્પિટલ રાજકોટના યુવાન હૃદયરોગ નિષ્ણાંત ડો.વિશાળ પોપટાણી પાસે સારવાર કરાવવા ગયા હતા.
૫૦ હજારી વધુ એન્જીયોગ્રાફી અને સેંકડો પેચીદી હૃદયરોગની યશસ્વી સારવાર કરનાર ડો.વિશાળ પોપટાણીએ માધાભાઈ બોરસાણીયાની તપાસ કરતા માલુમ પડયું હતું કે, શરીરની મોટી ધમની કે જે આખા શરીરને લોહી પહોંચાડે છે તે ફુલાઈને મોરલી થઈ ગઈ હતી. કમનસીબે આ મોરલીમાં તિરાડ પણ પડી હતી. લોહી ગંઠાવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. છાતીી પીઠ સુધી બ્લોકેજ વા લાગ્યું હતું. એક લાખ લોકોએ માત્ર અમુક દર્દીમાં જ માલુમ પડતી આ ‘મોરલી’ની બીમારીથી ખૂબ સાવચેતીપૂર્વક સારવાર કરવી પડે છે. માધાભાઈ બોરસાણીયાના પરિવારને સંપૂર્ણ દર્દી વાકેફ કરી સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ડો.દેકીવાડીયાની હોસ્પિટલે હૃદયરોગ નિષ્ણાંત ડો.વિશાળ પોપટાણીએ આ સર્જરી માત્ર ૩૦ મીનીટમાં સંપૂર્ણ કરેલ. સર્જરી દરમ્યાન બીપીનું નિયમન કરવાની પ્રામિકતા હતી. મોરલીમાં પડેલી તીરાડ પણ ખૂબ જોખમી પુરવાર થાય તેમ હોય ખૂબ જ સાવચેતીપૂર્વક મોરબીમાં સ્ટેન્ટ મુકીને સામાન્ય સ્થીતીમાં ફરીથી લાવેલ અને હૃદયના ધબકારા અને બીપી નોર્મલ થવા લાગ્યા. આ સંજોગામાં સર્જરીમાં મોરબીમાં પડેલ તિરાડ ખૂબજ નજીકી બારીકાઈી સાવચેતીપૂર્વક કવર કરવામાં આવી હતી.
ઓપરેશનના માત્ર ૩ કલાકમાં માધાભાઈ બોરસાણીયા નોર્મલ સ્તીથીમાં આવ્યા હતા અને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. માધાભાઈ બોરસાણીયાની સારવારમાં કાર્ડીયાક સર્જન ડો.માધવ ઉપાધ્યાય સર્જરી અને સારવાર સમયે હાજર હતા.
ડો.વિશાલ પોપટાણીએ વધુમાં જણાવેલ કે, એઓર્ટીક એન્યુરીઝમ ૫૦ વર્ષી વધુ વયના લોકોને તું હોય છે. જે લોકો ધુમ્રપાન, હાઈ બ્લડપ્રેશર, હૃદયને લોહી આપતી ધમનીમાં લોહી ગંઠાવવું તેવા દર્દીઓ માટે સમયસરની સારવાર ખૂબ અગત્યની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com