૨.૦૯ લાખ શેલ કંપનીનાં રજિસ્ટ્રેશન રદ, બેંક ખાતા સીઝ
- શેલ કંપનીઓ વિરુદ્ધ સરકારની મોટી કાર્યવાહી
- રજિસ્ટ્રેશન રદ કરાયેલી કંપનીઓમાં ગુજરાતની ૬૦૦૦ જેટલી હોવાનો અંદાજ
-
શું છે શેલ કંપની… ??
શેલ કંપનીઓે કાગળ પર બનાવવામાં આવેલી એવી કંપનીઓ હોય છે જે કોઇ પણ પ્રકારનો કાયદેસરનો વેપાર કરતી નથી. આવી કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવે છે. આવી કંપનીઓમાં કોઇ પ્રકારની કામગીરી થતી નથી.
શેલ કંપનીઓનું રજિસ્ટ્રેશન સામાન્ય કંપનીની જેમ જ કરવામાં આવે છે. સામાન્ય કંપનીની જેમ તેમાં પણ ડાયરેક્ટર હોય છે. જો કે આવી કંપનીઓના માલિકોના નામ ગુપ્ત રાખવામાં આવે છે.
આવી કંપનીઓે દ્વારા રિટર્ન પણ ભરવામાં આવે છે. આ કંપનીઓ બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કાર્ય કરે છે. આ કંપનીઓમાં ટેક્સને સંપૂર્ણ રીતે બચાવવા અથવા ઓછામાં ઓછું રાખવાની વ્યવસ્થા હોય છે.
કંપની એક્ટની કલમ ૨૪૮(૫) હેઠળ પગલાં લેવાયા કંપનીઓના ડાયરેક્ટરો ખાતામાંથી લેવડદેવડ નહીં કરી શકે (પીટીઆઇ)નિયમોનું પાલન ન કરવા બદલ ૨.૦૯ લાખ શેલ કંપનીઓના નામ કંપની રજિસ્ટરમાંથી રદ કરી નાખ્યા છે તેમ સરકારે આજે જણાવ્યું હતું.
આ કંપનીઓના બેંક ખાતાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. સરકારે શેલ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખ્યું છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવેલી કંપનીઓના ડાયરેક્ટર આ કંપનીઓના બેંક ખાતા ત્યાં સુધી ઓપરેટ નહીં કરે શકે જ્યાં સુધી આ કંપનીઓને કાયદેસર બનાવવામાં નહીં આવે.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપની એક્ટી કલમ ૨૪૮(૫) હેઠળ કંપની રજિસ્ટરમાંથી ૨,૦૯,૦૩૨ કંપનીઓના નામ રદ કરવામાં આવ્યા છે. કંપની એક્ટની કલમ ૨૪૮ સરકારને કંપની રજિસ્ટારમાંથી કંપનીનું નામ રદ કરવાની સત્તા આપે છે. નાણા વિભાગે તમામ બેંકોને રદ કરવામાં આવેલી કંપનીઓના ખાતા પર તાત્કાલિક ધોરણે નિયંત્રણો મૂકવાનો આદેશ આપ્યો છે.