આવતીકાલે રવીવારે સાંજે પ:30 કલાકે ગ્રીનલેન્ડ ચોકડી (ગોવીંદેશ્વર મહાદેવ મંદીર)થી ભવ્ય પ્રસ્થાન કરાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.1 જૂન થી તા.30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે.ત્યારે પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા ધ્વારા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જૂન માસમાં બાઈક રેલી ઉપરાંત લાભાર્થી સંપર્ક અભિયાન, નવા મતદાર સંમેલન, મેગા રક્તદાન શીબીર, કટોકટીના વિષય ઉપર યુવાનો સાથે ચર્ચા કાર્યક્રમ, ઓનલાઈન ક્વિઝ પ્રતિયોગીતા, ઘર-ઘર સંપર્ક અભિયાન જેવા અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાવાની છે.
તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં આવતીકાલે તા.11/6ના રવીવારે સાંજે પ:30 કલાકે શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા ભવ્ય બાઈક રેલી યોજાશે. આ બાઈક રેલીમાં બે હજારથી વધુ યુવાનો જોડાશે. ત્યારે આ બાઈક રેલીનો પ્રારંભ ગ્રીન લેન્ડ ચોકડી( ગોવિંદેશ્વર મહાદેવ મંદિર) થી કરવામાં આવશે અને ત્યારબાદ શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ, જ્ઞાનગંગા ચોક, બાલક હનુમાન ચોક, જલગંગા ચોક, સંત કબીર રોડ, પટેલ વાડી, પારેવડી ચોક, સીવીલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ ચોક, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, કાલાવડ રોડ અન્ડરબ્રીજ, કોટેચા ચોક, રાજનગર ચોક, મવડી -ફાયરબ્રીગેડ, મવડી મેઈન રોડ, મવડી ચોકડી, બાલાજી હોલ, નાનામૌવા સર્કલ, બીગબાજાર, કેે.કે.વી. હોલ, ઈન્દીરા સર્કલ, રૈયા ટેલીફોન એક્સચેન્જ, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક બસ સ્ટોપ થઈ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સમાપન થશે.આ બાઈક રેલીમાં ડી.જે- દેશભક્તિના ગીતોની રમઝટ બોલાશે. તો આ બાઈક રેલીમાં શહેર ભાજપ યુવા મોરચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને જોડાવવા અનુરોધ કરેલ છે.