સરકાર દ્વારા મુખ્યમંત્રીની સુચનાથી તા. ૧ લી મે, ૨૦૨૦ના ગુજરાત ગૌરવ દિન નિમિતે પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના વિધાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિતે ચિત્ર સ્પર્ઘા, નિબંઘ સ્પર્ઘા અને કાવ્ય લેખન સ્પર્ઘા યોજવામાં આવી હતી.
જેમા ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિધાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમીક શિક્ષણાઘિકારીને નિયત કરેલ ઇ-મેઇલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.
તા.૧૦/૦૫/૨૦૨૦ સુઘી યોજાએલ આ સ્પર્ઘામાં પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ઘાની ૭૦૪૬૪, નિબંઘ સ્પર્ઘાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળેલ છે. જ્યારે માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમા ચિત્ર સ્પર્ઘાની ૪૨૦૯૦, નિબંઘ સ્પર્ઘાની ૩૧૭૪૧ અને કાવ્ય લેખનની ૧૦૯૧૪ મળીને કુલ ૮૪૭૪૫ કૃતિઓ પ્રાપ્ત થયેલ છે.
આમ, પ્રાથમિક અને માઘ્યમિક વિભાગમાંથી કુલ ૨,૦૯,૨૭૯ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આ કૃતિઓની જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે ચકાસણી હાથ ઘરવામાં આવી રહી છે. બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ઘામાં પ્રથમ આવનાર વિધાર્થીને રૂા.૧૫,૦૦૦, બીજા નંબરે આવનાર વિર્ઘાર્થીને રૂા.૧૧,૦૦૦ અને ત્રીજા નંબરે આવનાર વિર્ઘાર્થીને રૂ.૫૦૦૦નુ પારીતોષિક આપવામાં આવશે.