ખેડૂત પ્રધાન દેશ ગણાતા ભારતમાં હવામાનની આગાહી માટે છેલ્લા એક દસકામાં વિકાસે હરણફાળ ભરી છે. પરંતુ વિકાસની આ હરણફાળ ખેડૂતો સુધી પુરતા પ્રમાણમાં પહોંચી ની. માટે ખેડૂતોને હવામાનની સચોટ જાણકારી મળી રહે તેથી હવામાનની આગાહીનો ૬૫૦૦ બ્લોક સુધી વિસ્તાર કરવામાં આવનાર છે. દેશના ૨ કરોડ ખેડૂતોને એસએમએસના માધ્યમી હવામાનની જાણકારી મળી રહેશે.

આ મામલે ભુ-વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવે જણાવ્યું હતું કે, જિલ્લામાં સનિક ધોરણે બ્લોક લેવલની આગાહી માટે વડાપ્રધાન મોદીએ વધુ ધ્યાન આપવા માટે આગ્રહ રાખ્યો છે. જેના પરિણામે ૧૧૫ બ્લોકી પ્રારંભ કરવામાં આવશે. એક વર્ષના સમયમાં ૬૫૦૦ કરતા પણ વધુ બ્લોકને હવામાન વિભાગ આવરી લેશે.

અહીં ઉલ્લેખનીય છે કે, દરેક જિલ્લાઓની હવામાન પેટર્નમાં બહોળો તફાવત હોય છે. બ્લોક લેવલની આગાહી કરવાી ખેડૂતોને સંભવિત પાકના નુકશાન બાબતે જાણકારી મળી રહેશે. તાજેતરમાં જ સરકારે સુપર કોમ્પ્યુટર મીહીરના માધ્યમી હવામાન વિજ્ઞાન ક્ષેત્રે નવા સંશોધન કરવાની તૈયારી કરી હતી. કોમ્પ્યુટર મીહીર વિજ્ઞાનીકોને સનિક કક્ષાએ સચોટ હવામાનની આગાહી કરવામાં મદદરૂપ બનશે.

આ સીસ્ટમની અમલવારી યા બાદ દેશના તમામ નાગરિકોને હવામાનના બદલાવ અંગે સચોટ વિગતો મળવાનું શ‚ ઈ જશે. ભારે વરસાદ અને વાવાઝોડા અંગે સનિક કક્ષાએ પક્ષ સરળતાી માહિતી મળી જશે. હવામાનની આગાહી સમયસર અને સચોટ હોવી આવશ્યક છે. આ બન્ને વસ્તુ ખેડૂતોને પાકમાં નુકશાની બચાવે છે.

ખેડૂતોને કુદરતી આપતીી સાવધ કરવા ભારતીય હવામાન વિભાગ વર્ષ ૨૦૧૯ સુધીમાં ૬૫૦૦ બ્લોકને આવરી લેશે. અત્યારે હવામાનની આગાહી દરરોજ જિલ્લાના સ્તરે આપવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ બ્લોક લેવલ સંબંધીત વરસાદ અને અન્ય હવામાન બાબતની આગાહી કરતું ની. જિલ્લાઓમાં હવામાન પેટર્નમાં ફેરફાર હોવાી આ પ્રકારની આગાહી જરૂરી બની જાય છે. વર્તમાન સમયમાં સનિક કક્ષાએ હવામાનની આગાહી નકકી કરેલા ૧૦૦ જેટલા બ્લોકમાં જ કરવામાં આવે છે. હવામાન વિભાગ પ્રાયોગીક ધોરણે બ્લોકમાં પ્રત્યેક ૧૨ વર્ગ કિ.મી. માટે આગાહી કરશે. આમ દેશમાં થોડા વર્ષોમાં ૬૫૦૦ કરતા પણ વધુ બ્લોકને હવામાન વિભાગ આવરી લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.