ભાઇના વિવિધ સ્લોગનવાળી, લુમ્બા, કુંદન નંગ, કલ્ચર મોતી, ઉન, રેશમની અનેક રાખડીઑ
ડો. યાજ્ઞીક રોડ ઉપર છેલ્લા બાવન વર્ષથી રાખડીઓનું વેચાણ કરતા જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ જોહરભાઇ તેમજ તેમની સીસ્ટર કન્સલ જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ, ગાર્ડન સામે, કાલાવડ રોડમાં હસનેનભાઇ જણાવ્યું હતું કે આ વર્ષ અમારે ત્થા રાખડીઓ મુંબઇના પટવાઓ, કલકતાના બંગાળી બાબુઓ તેમજ વડોદરા, અમદાવા, રાજકોટ, રાજસ્થાન વિગેરે ગામોમાં કારીગરો દ્વારા ગુટણીઓ કરીને તૈયાર કરવામાં આવેલ છે.
આ વર્ષ ૧પમી ઓગષ્ટ દેશના સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનનું સ્નેહ પર્વ સાથે આવે છે. એક જ દિવસે છે. જેમાં ત્રણ ગીત ગાતી રાખડી આવેલ છે. જેમાં પહેલું ગીત સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા બીજુ ગીત ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના, ત્રીજુ ગીત બહેનાને ભાઇ કી કલાઇ યે પ્યાર બાંધા હૈ સાથે સ્મીનર લાઇટીંગ વાળી આવેલ છે. રેશ્મા ધાગાની રાષ્ટ્ર ભકિતને અભિવ્યકત કરતી તિરંગા મોતીથીઓની સજાવેલ રાખડીઓ આવેલ છે. ભાઇના સ્લોગન વાળી જેવી કે આઇ લવ યુ બ્રધર, બડે ભૈયા, છોટે ભૈફા, બ્રધર નં.૧, સી.એ.ભાઇ, એન.આર.આઇ. ભાઇ, મુડીભાઇ, હેન્ડસમ બ્રો, જીમભાઇ, સુપરમેન બ્રો, બીગ બી, વિરા, બ્રો વિગેરે લખાણવાળી રાખડીઓ આવેલ છે. એન્ટીક રાખડીઓમાં સંખ્યા બંધ વેરાયટીઓ અલગ અલગ ડીઝાઇન ની આવેલ છે.
વીરા, મેરે ભૈયા, બ્રો, મુછ ચશ્મા ભાઇવાળી રાખડી, મુછવાળી બ્રો લખેલ રાખડી, અમેરીકન કેપ્ટનની રાખડીઓ ઘણી જ પ્રકારની આવેલ છે. રાખડીઓ લગભગ કલાવા દોરી ઉપર તૈયાર થઇ છે. ડાયમંડ સેટીંગ કરેલ રાખડીઓ, બ્રહ્માકુમારીઝના લોગોવાળી, જય સ્વામીનારાયણ ના લોગો વાળી રાખડી આવેલ છે. નણંદ ભાભીને બંગડીમાં પહેરાવે તે લુમ્બા રાખડી બસોથી વધુ ડીઝાઇન આવેલ છે. ભાઇ ને બાંધે તેમ જ ભાભીને બાંધે તેવા લુમ્બા રાખડીના મેચીંગ સેટ આવેલ છે. તેમજ લુમ્બા બ્રેસલેટ પણ આવેલ છે. જે એકદમ આધુનીક ડીઝાઇનરમાં આવેલ છે. આ ઉ૫રાંત રાખડીની ડીશ જે શણગાર કરેલ આવેલ છે જેમાં કંકાવટી, રાખડી કંકુ ચોખા સ્વીટ સાથે આવે છે. રાખડી કાર્ડસ પણ આવેલ છે. આ ઉપરાંત લગાડેલ કાર્ડસ પણ આવેલ છે. કાર્ટુન વાળી, અવેન્જર, કેપ્ટન અમેરીકા, બાળકો ખુશ થઇ જાય તેવી ખુબજ વેરાવટીઓ આવેલ છે. જોહર કાર્ડસની સીસ્ટમ ક્ધસલ નવી જોહર ગેલેરી કાલાવડ રોડ, પ્રેમ મંદીરની લાઇનમા લવ ગાર્ડન સામે ચાલુ થઇ ગયેલ છે ત્થા જોહર કાર્ડસમાં મળતી તમામ વેરાવટીઓ મળશે ઉપરાંત રમકડાની ભવ્ય વેરાવટીઓ બાળકો માટે નવા જ પ્રકારની ત્યાં આવેલ છે.