કાશ્મીરના પુલવામાં, અનંતનાગ અને પઝલ પુરામાં કલાકો સુધી હુમલાઓ ચાલુ રહ્યા: હુમલા પાછળ અલ ઉમર મુજાહુદ્દીન અને જૈશ એ મોહમ્મદનો હાથ
સમગ્ર કાશ્મીરમાં ગઇકાલે એક કરતાં વધુ આતંકી હુમલાઓ સુરક્ષા દળોએ નિશાનો બનાવીને કરવામાં આવ્યા હતા. આ આતંકી હુમલાઓ છ અલગ અલગ સ્થળો પર ઘણાં કલાકો સુધી ગઇકાલે સાંજે સી.આર.પી.એફ. કેમ્પ પર થતાં ૧૩ જવાનો ઘાયલ થયા હતા.
આ હુમલાઓ પાછળ પાકિસ્તાનની મુળના અલ-ઉમર મુજાહીદ્દીન અને જેશેએ મહોમ્મદે જવાબદારી સ્વીકારી હતી.
સાંજની શ‚આતમાં જ સી.આર.પી.એફ. કેમ્પના ૧૮૦ બટાલિયન પર પુલવામાં જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આતંકીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવતા ૧૦ જવાનો ઘાયલ થયા હતા. તેમાંના ત્રણની હાલત ગંભીર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તેમને સેનાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
અન્ય એક હુમલામાં મોરટ સાયકલ સવાર આતંકીઓ દ્વારા પુલવામાં ખાતેની સી.આર.પી.એફ. ની પણમપોરા કંપની પર કરવામાં આવ્યો હતો. જેમાં કોઇ જવાન ઘાયલ થયા ન હતા.
ત્રીજો હુમલો પુલવામાં આતે આવેલ પોલીસ ચોકી પર ગ્રેનેડ વડે કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસના એક જવાનને સામાન્ય ઇજા પહોંચી હતી. આજ સમયે અનંતનાગ જીલ્લામાં એક અન્ય ઘટના નોંધાઇ હતી. જેમાં સી.આર.પી.એફ. કેમ્પ આસપાસ ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
અનંતનાગ જીલ્લામાં આવેલ આચીડોરા ખાતે જયારે પોલીસ જવાન ઘાયલ યો હતો ત્યારે અજાણ્યા વ્યકિત દ્વારા તેને માર મારી તેના હથિયારો આંચકી લેવામાં આવ્યા હતા. આતંકવાદી દ્વારા કાશ્મીરના કુપવારા જીલ્લામાં પઝલપોરા ખાતેથી આર્મીકેમ્પની રર રાષ્ટ્રીય રાઇફલો આંચકી તેના દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું એછું સી.આર.પી.એફ. ને સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ આ હુમલાઓ ઘણા કલાકો સુધી ચાલુ રહ્યા હતા.