રાજકોટથી બઢતી સાથે બદલાયેલા પી.આઈ. બી.ટી. વાઢીયાની રાજકોટમાં પુન: નિમણુંક
ચૂંટણી પંચ દ્વારા તંત્ર લાંબા સમયથી એક જગ્યા પર રહેલા કર્મચારી અને અધિકારીઓની બદલીના આદેશને પગલે રાજયનાં પોલીસ વડા દ્વારા તાજેતરમાં સાગમટે કરેલી પી.એસ.આઈ. પૈકી સાત ફોજદારની બદલી રદ કરી અન્ય સ્થળે બદલી કરી જયારે અન્ય સાત પી.આઈ.ની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી ખાતે ફરજ બજાવતા બી.ટી. વાઢીયાની રાજકોટ સીટીમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા મોડી સાંજે સાત પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.જેમાં બી.ટી. વાઢીયાની મોરબીથી રાજકોટ, ડી.ડી. ગોહિલની પી.ટી.એસ. બરોડાથી ગીર સોમનાથ, આર.એફ. બારીયાની કરાઈથી દારોઝ, એમ.આર. ગામેતીની ભૂજથી મહેસાણા, પી.કે. પ્રજાપતિની એ.સી.બી. અમદાવાદથી મહેસાણા, એસ.એમ. દેશાઈની પોરબંદર થી ગાંધીનગર અને એમ.જે.ચૌધરીની ગાંધીનગરથી બનાસકાંઠા ખાતે બદલી કરવામાં આવી છે. તાજેતરમાં સામુહિક ફોજદારની કરાયેલી બદલી પૈકી સાત ફોજદારની ટ્રાન્સફર રદ કરી અન્ય સ્થળે નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ ખાતે બદલી કરાયેલા ચાવડા જયદીપસિંહને વલસાડ, રાણા હરદીપસિંહ મહેન્દ્રસિંહ મુરૂભાઈ રાજકોટ ગ્રામ્ય, જાડેજા રાજદિપસિંહ ભૂજ, ઓડેદરા ઝાંઝાભાઈને દ્વારકા, ચૌહાણ મનોજ આનંદરાયને ભરૂચને સુરત શહેર ખાતેથી ચૌધરી આનંદભાઈને બનાસકાંઠા ખાતે બદલી કરવામાં આવી છે.