- શબ્દો વિના અભિવ્યકિત વ્યકત કરવા આજકાલ યુવા વર્ગમાં તેનો ક્રેઝ વધુ: પીળો રંગ સુખનું પ્રતિક ગણાતું હોવાથી તેનો રંગ મોટાભાગે પીળો હોય છે: હકારાત્મક અભિવ્યકિતઓના સૌથી વધુ ઇમોજીસ છે: આપણાં દેશમાં હાથ જોડીને પ્રાર્થના કરતાં ઇમોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે
- આજે વિશ્ર્વ ઇમોજી દિવસ
- ઇમોજીની શોધ 1999માં જાપાની વ્યકિત શિગેતાકા કુરીતાએ કરી હતી: અન્ય લોકો સુધી લાગણી પહોચાડવા આજે તેનો ઉપયોગ વધુ: અત્યાર સુધીમાં 3633 ઇમોજી બનાવાયા છે, જયારે વોટસ એપ પર 800 ઇમોજી ઉપલબ્ધ છે
આજકાલ સોશિયલ મીડિયાનો જબ્બર ક્રેઝ છે. બાળથી મોટેરા તેનાથી જોડાયેલા રહે છે, ચેટિંગના આજના યુગમાં કશું બોલ્યા વગર સામે વાળી વ્યકિતને એક નાનકડા ચિત્ર કે ઇમોજીથી ઘણી વાત કહી દઇએ છીએ. લાગણી વ્યકત કરવા કે વાતની સમજ માટે એક ઇમોજી ઘણું કામ કરી આપે છે. ડિજિટલ વિશ્ર્વમાં ચેટીંગ અને ઇમોજીનો ઉપયોગ ખુબ જ ઝડપથી વઘ્યો છે. ચેટીંગ, મેઇલ, સોશિયલ મીડીયા, ટેકસ્ટ મેસેજ વગેરેમાં આપણે ઘણા પ્રકારના ઇમોજીનો ઉપયોગ કરીઈ છીએ. આજે વિશ્ર્વ ઇમોજી દિવસ છે, ત્યારે વિશ્ર્વમાં યુવા વર્ગ તેની ભવ્ય ઉજવણી કરતો હોય છે. આપણાં દેશમાં હાથ જોડીને પ્રાર્થના કરતાં ઇમોજીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. અભિવાદન કરવા, આદર આપવા તેનો ઉપયોગ કરીને આભારની લાગણી વ્યકત કરાય છે.
ઇમોજી પીડિયાના સર્વે અનુસાર ટીયર્સ ઓફ જોય ઇમોજી એટલે હસતી વખતે આંસુ સાથે આનંદ વ્યકત કરાય છે. આ ઇમોજીને 2021માં બેસ્ટ ઇમોજીનો એવોડ પણ મળ્યો તો. અમુક માટે હ્રદય કે ઉદાસી બતાવવા પણ ઇમોજીનો ઉપયોગ કર છે. અંગૂઠો ઉભો કરેલ ઇમોજીનો ઉપયોગ અભિપ્રાય કે સંમત થવાની લાગણી છે. આજે તો કોઇ સાથે ચેટીંગમાં તેનો ઉપયોગ જ ન કરો તે શકય જ નથી. આજે ઇમોજી આપણા જીવનનો અચૂટ હિસ્સો બની ગયો છે, ગુસ્સો કરવો, પ્રેમ બતાવવો કે પછી વિરહ મિલનની વાત રજુ કરવા તેનો ભરપુર ઉપયોગ થવા લાગ્યો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવા પ્રકારના ઇમોજી રોજ ઓનલાઇન ચેટીંગમાં સૌથી વધુ પ્રયોગ કરે તે લોકો ફલટી અને સેકસી મનો સ્થિતિના હોય છે.
ફેબ્રુઆરી 1999 માં શિગેતાકા કુરીતા નામની વ્યકિતએ પહેલી વાર ઇમોજીસને ડીઝાઇન કરી હતી, તેમણે આ વિચાર ચાઇનીઝ કાર્ટુન મંગા અને કેટલીક સ્ટ્રીટ સાઇનના માઘ્યમ પરથી આવ્યો હતો. ઓકસફર્ડ ડિકશનરીમાં 1997માં ઇમોજી શબ્દ આવ્યો હતો. પણ તેનો ઉપયોગ 2015માં સૌથી વધુ જોવા મળ્યો હતો. ટીયર ફેઇસ વાળો ઇમોજી વિશ્ર્વભરમાં પ્રચલિત થતાં તેને એક ઇમોજી તરીકે ભાષામાં કાયમી સ્થાન આપેલ હતું. રોજીંદા ચેટીંગમાં આજકાલ તેનો બહોળો ઉપયોગ થાય છે. સોશિયલ મીડીયામાં દિલની વાત ને દિલ સુધી લઇ જવામાં ઇમોજીની તોલે કોઇ ન આવી શકે વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, ટિવરર અને ટેલિગ્રામ પર લાગણી વ્યકત કરવા માટે એક ઇમોજી ઘણા શબ્દોને પછડાટ આપે છે. હસવું, રડવું, ગુસ્સો કરવો, ઉજવણી કરવી, માફી માંગવી, માન આપવું, સંમત થવું, ના પાડવી અને ગુડબાય જેવી ઘણી લાગણી અને વાત વ્યકત કરવા ઇમોજી સંદેશ વ્યવહારને સરળ અને અસરકારક બનાવે છે. ઇમોજીનો અર્થ જોઇએ તો ઇ એટલે ચિત્ર જયારે મોજી એટલે કે રેકટર બને છે. એક નાનકડુ ચિત્ર દ્વારા અન્ય લોકો સુધી ફિલિંગ પહોચાડે છે. સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મ પર દરરોજ સાત અબજ થી વધુ ઇમોજીનો ઉપયો કોમ્યુનિકેશન માટે
થાય છે.
આજે તો ટેકનોલોજી અને નવા નવા ફીચર્સ આવતાં તમારી મરજી પ્રમાણેનું ઇમોજી બનાવી શકો છો. ગુગલનું જોરદાર ફીચર્સ તમારા ચેટમાં ચાર ચાંદ લગાવશે. ઇમોજી કિચન ફીચરમાં તમે પોતાની કસ્ટમ ઇમોજી બનાવી શકશો, સાથે બે ઇમોજી મીકસ કરીને નવી ઇમોજી બનાવી મિત્રોને શેર કરી શકશો. એક જુની કહેવત પ્રમાણે ચિત્ર હાજર શબ્દોને એક દ્રષ્ટિમાં દર્શાવે છે. દરેક બ્રાંડના ફોનમાં, સોશિયલ મીડીયામાં અને વેબસાઇટ ઉપર અલગ અલગ સ્વરુપમાં જોવા મળે છે. કોવિડ ના સમયમાં વક ફ્રોમ હોમ દરમિયાન તેનો ઉપયોગ પાંચગણો વધી ગયો હતો. આજના દિવસે મન મોહી લેતા આ ડગલાઓ બધાના દિલ જીતી લે છે. જયારે આપણો અવાજ કે એકસપ્રેશન સામે વાળી વ્યકિત સુધી પહોચાડી ન શકીએ ત્યારે ઇમોજી કામ કરે છે. આપણી પાસે શબ્દો પુરા થઇ જાય ત્યારે કામ આવતું ટુલ એટલે ઇમોજી 2014 થી આ દિવસની ઉજવણી થાય છે, તેની શરૂઆત ઓસ્ટ્રેલિયાના જેરેમી બર્ગ દ્વારા કરવામાં આવી હતી.
આજે સોશિયલ મીડીયા યુઝર્સને પોતાના દરેક પ્રકારના એકસપ્રેશન વર્ણવવા માટે ઇમોજી ઉપલબ્ધ છે. જેવા કે રડવું, હસવું, ડાન્સ કરવું, ખુશી, ઉદાસી, અસ્વસ્થ થયું, ખાવાનું, રસોઇ, મુસાફરી, મોટેથી હસવું, પ્રેમ વ્યકત કરવો, જેવી બધી લાગણીઓ આ ઇમોજી દ્વારા દર્શાવાય છે. આજે ઘણી કંપનીઓ તેના ખાસ ઇમોજીસને લોંચ પણ કરે છે. સ્માર્ટ ફોનના યુગમાં ઇમોજી એક આદાન પ્રદાનનું શ્રેષ્ઠ માઘ્યમ બની ગયું છે. ઇમોજી પિડિયાની જાણકારી મુજબ એપ્પલ, ગુગલ, સેમસંગ અને જોય પિકસલ કેલેન્ડરની ઇમોજીનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા એપલે 2002માં એક કેલેન્ડરમાં તેનો ઉપયોગ કર્યો હતો. દિલની આંખો સાથે હસતો ચહેરો પ્રેમની અભિવ્યકિત માટે સૌથી વધુ ઉપયોગ થાય છે.
ઘણીવાર કેટલીક વાત કે વસ્તુ કહેવાની હોય તે ઇમોજીસના માઘ્યમથી સરળતાથી કહો શકો છો. આજે ઓનલાઇન ચેટીંગમાં સૌથી વધુ ઇમોજીસનો ઉપયોગ થાય છે. વિશ્ર્વ ઇમોજી દિવસે તેના અવતરણોમાં એક હસતો ચહેરો હજારો શબ્દો બોલી શકે છે, તે એક ડિજિટલ યુગની ભાષા છે. ભાષાઓ અને સંસ્કૃતિ વચ્ચેનો અંતરને ઇમોજી દૂર કરે છે. ઇમોજી ઇન્ટરનેટની સાર્વત્રિક ભાષા છે. આજે વિવિધ કાર્યક્રમ પણ યોજાયા છે. જેમાં યુવા વર્ગ વધુ જોડાયો છે. આજે હેશટેગના માઘ્યમથી મિત્ર-સર્કલમાં તેની ઉજવણી થાય છે. ઇન્ટરનેટની રચના થઇ ત્યારથી ઇમોજીસનો ઉપયોગ થાય છે. ભાષાના અવરોધો સાથે જોડવામાં અને વાતચીત કરવામાં મદદ કરે છે. દુનિયાભરમાં આજે આનંદના આંસુ સાથેનો ચહેરો, લાલ હ્રદય, ઉત્તમ-શ્રેષ્ઠ, હાથ હલાવીને, પોપ, હ્રદયની આંખો સાથે હસતો ચહેરો જેવા ઇમોજી સૌથી લોકપ્રિય છે. 2017માં સોની પિકચર્સ ધ ઇમોજી મુવી રીલીઝ કરી હતી. અનેક શબ્દોની ગરજ સારતા ઇમોજી યુવા વર્ગ ખુબ જ પ્રિય છે. આજના યુગમાં નવી દુનિયાની મોજીલ ભાષા એટલે ઇમોજી.
ઇમોજી લાઇફનો મહત્વ પૂર્ણ હિસ્સો
ઇમોજીએ એક માઘ્યમ છે, જેના દ્વારા તમે તમારી લાગણીઓને સેક્ધડમાં જ વ્યકત કરી શકો છો. ઇમોજી જાપાની શબ્દ ઇ (ચિત્ર) અને મોજી (પાત્ર) પરથી ઉતરી આવ્યો છે. આપણાં દેશમાં ખુશીના આંસુઓનો ઉપયોગ કરે છે. અને બ્લોઇંગ અ કિસ ઇમોજીનછ સૌથી વધુ ઉપયોગ કરે છે. દુનિયા ભરમાં સ્માઇલફેસનો ઉપયોગ સૌથી વધુ કરે છે. તેને અમેરિકન હાર્વે રોઝ બોસ દ્વારા બનાવાયો હતો. 90ના પ્રારંભે જાપાનમાં શરુ થયેલ ઇમોજી ધીરે ધીરે સમગ્ર વિશ્ર્વમાં પ્રસરી ગયું અને 2010 પછી તો તેનો ઉપયોગ વેબસાઇટસ અને એપ્લિકેશનમાં થવા લાગ્યો હતો.