ભારતના પેસેન્જર કારના એકસ્પોર્ટમાં પીપાવાવનો મહત્વનો ફાળો
ગુજરાત પીપાવાવ પોર્ટના કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ફાયદો પહોંચ્યો છે અને મોટા પ્રમારમાં ગાડીઓની નિકાસ ઈ રહી છે. ૧૨ મહિનાની અંદર કુલ ૧ લાખી વધુ ગાડીઓની પીપાવાવ પોર્ટ ઉપરી નિકાસ તા ભારતમાંી તી ગાડીઓની નિકાસમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત રોકાણોનું પ્રમાણ પણ વધ્યું છે. આ નિકાસમાં ફોર્ડ મોટર્સ, જનરલ મોટર્સ, સુઝુકી, ટાટા વગેરેનો સમાવેશ ાય છે. આ ઉપરાંત ટૂંક સમયમાં નવા ઉત્પાદન એકમો પણ ખુલે તેવી પૂરેપુરી શકયતા છે. ગુજરાતના બંદરોનો વિકાસ તા સાણંદ, હંસલપુર, વિઠ્ઠલપુર સહિતના વિસ્તારોમાં ઓટોમોટીવ મેન્યુફેકચરીંગ ઈન્વેસ્ટમેન્ટને વેગ મળી રહ્યો છે તેવું એપીએમ ટર્મીનલના કેલ્ડ પેડરશને કહ્યું હતું.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત પીપાવાવ ભારતનો પ્રમ પીપીપી સ્કીમ હેઠળનો પોર્ટ છે જેનો વિકાસ અન્ય બંદરો માટે પ્રોત્સાહન સમાન બની રહ્યો છે. ૧ લાખ ગાડીઓના નિકાસના કારણે પીપાવાવ બંદરે અન્ય ઉત્પાદકોનું પણ ધ્યાન ખેંચ્યું છે અને આગામી દિવસોમાં અન્ય મહત્વની ચીજ-વસ્તુઓની નિકાસ પણ શ‚ શે તેવી પુરેપુરી આશા દેખાઈ રહી છે.