સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ વિજય દેસાણીની ઉપસ્થિતિમાં સિન્ડીકેટ સભ્ય, ડીન, અધરધેન ડીન, સેનેટ સભ્ય, ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિનાં માર્ગદર્શન હેઠળ સંલગ્ન કોલેજોનાં આચાર્ય તેમજ યુનિવર્સિટી કેમ્પસ ખાતેનાં વિવિધ ભવનોનાં અધ્યક્ષો યુનિવર્સિટીનાં મુખ્ય વહિવટી વિભાગનાં વડાઓ સહિતનાં અધિકારીઓ સાથે બેઠકો યોજી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચ હજારથી વધુ લોકોએ યોગ કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. યોગ થકી રોગને દુર કરવાનો જીવનમંત્ર આપ્યો હતો. રાજકોટનાં વિવિધ યોગા ગ્રુપ, વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત કુલ પાંચ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિવાળા પ્રભાવશાળી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલસચિવ ડો.રમેશ પરમાર, સિન્ડીકેટ સભ્ય ડો.વિજય પટેલ, ગીરીશ ભીમાણી, પ્રફુલાબેન રાવલ વિવિધ વિદ્યાશાખાનાં ડીન, અધર ડીન, સેનેટ સભ્યો, વિવિધ અધિકારીઓ, ભવનનોનાં અધ્યક્ષો, અઘ્યાપકો, રાજકોટ સ્થિત સંલગ્ન કોલેજોનાં આચાર્યો અને વિદ્યાર્થીઓ, એનએસએસનાં વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકિંગ કરવા આવતા નગરજનો અને સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ નિતીન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીનાં માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો.ધીરેન પંડયા, અરવિંદ ચોવટીયા, જે.પી.બારડ, પ્રકાશ દુધરેજીયા, ઉમેશ માઢક, દિપક અગ્રવાલ, મોનીક ગઢવી સહિતનાંઓએ જહેમત ઉઠાવી હતી.