હરામીનાળા પાસેથી બોટ સાથે બે પાકિસ્તાની શખ્સો ઝડપાયા

કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયાની ઘટના બાદ સીમા સુરક્ષા દળ હાઈએલર્ટ ઉપર છે. ક્રીકમાં જયાં એકતરફ ધુસણખોરીની ઘટનાને નિષ્ફળ કરવાની કોશિશ થઇ રહી હતી ત્યાં ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન કરી રહેલી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમને સુગરનાળા પાસેથી બીજા દિવસે વધુ ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે.હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની શખ્સો ઝપાતા સુરક્ષા એજન્સી વધઉ સતર્ક બની ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

કચ્છનાં જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ૧૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ પશ્ચિમ ક્ચ્છ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ રાખતા ૧૫ કરોડનું ડ્રગ્સ મળી આવ્યા બાદ આજે ફરી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે… કચ્છની પાકિસ્તાન સાથેની  અડીને આવેલી દરિયાઈ ક્રીક સીમામાં પોલીસને સર્ચ દરમિયાન બે જુદા જુદા સ્થળેથી શંકાસ્પદ ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે.પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ક્રીક એરિયામાં કરવામા આવી રહેલા સર્ચ ઓપરેશનમાં અંદાજિત ચાર કરોડની કિમતના ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે.જેને તપાસ માટે એફએસએલમા મોકલાયા છે.હજી ગઈકાલે જ અહીંથી ડ્રગ્સના ત્રણ પેકેટ મળી આવ્યા હતા હજી પણ આ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ હોવાની શક્યતા છે.જખૌમાં પકડાયેલા ડ્રગ્સ પૈકીનો આ જથ્થો હોવાની શક્યતા છે.પાંચ પેકેટ પૈકી એક પેકેટમાંથી નાસ્તો અને અન્ય ચાર પેકેટમાં ડ્રગ્સ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

દરમિયાન આજે હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય વિસ્તારમાં ઘૂસતા ઝડપાઇ ગયા હતા.બીએસએફના જવાનોએ પાકિસ્તાની બોટ પણ કબ્જે કરી છે હાલ વિવીધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ આરંભાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.