11 તાલુકામાં આશરે 5,37,996 હેકટર પૈકી કુલ 5,21,942 હેકટર ખરીફ પાકોનું વાવેતર
સામાન્ય રીતે મે મહિનામાં ખેડૂતો ખરીફ પાક વાવવાની શરૂઆત કરતા હોય છે. જેનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. હાલ, રાજ્યના દરેક જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયો હોવાથી રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.એલ.સોજીત્રાના જણાવ્યા અનુસાર 11 તાલુકામાં આશરે 5,37,996 હેકટર પૈકી કુલ 5,21,942 હેકટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ (પિયત), તમાકું, ગુવાર, શાકભાજી અને ઘાસચારો જેવા અનેક ખરીફ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કુલ 39246 હેકટર, ગોંડલ તાલુકામાં 89268, જામકંડોરણામાં 37830,જસદણમાં 59401, જેતપુરમાં 49900, કોટડાસાંગાણીમાં 31865, લોધીકામાં 23950, પડધરીમાં 38922, રાજકોટમાં 64099, ઉપલેટામાં 55375 અને વિંછીયામાં કુલ 32744 હેકટરનું વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મગફળીનું 242211 અને કપાસનું 232816 અન્ય ખરીફ પાકોની સરખામણીએ વધુ વાવેતર નોંધાયુ છે. જયારે રાજકોટ જિલ્લામાં આશરે 97 ટકા ખરીફ પાકનું વાવેતર નોંધાયુ છે.