આયોજન બદલ સાધુ-સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવકોઓ જૈન સંઘોના આગેવાનોએ
અનુમોદના સાથે પ્રસંશા કરી
જૈનોના મહાપર્વ એવા પર્યુષણ નિમીતે જૈનમ- રાજકોટ સંસ્થા પરિવાર આયોજીત નવકાર ડેની ગઇકાલે તા. 17 ને રવિવારના રોજ સવારે કાલાવાડ રોડ બી.એ.પી.એસ. મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ નવકાર ડે નિમીતે નમસ્કાર મહામંત્ર એવા નવકારના સામુહીક જાપ તથા સામુહીક સામાયીક કરી રાજકોટનો સમસ્ત જૈન સમાજે એક નવીનતમ અભિગમ સાથે વિશેષ આરાધનાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ તકે શહેરના તમામ ઉપાશ્રયો, જિનાલયોના શ્રાવક-શ્રાવીકાઓ 9000 થી પણ વધુની સંખ્યામાં આ પ્રસંગે જોડાયા હતાં સમસ્ત જૈન સમાજે એક બની કરેલ આ જપ, તપ, આરાધનાનો લાભ લઇ સાથે તેની સકારાત્ક ઉર્જા દ્રારા વાતાવરણને દિવ્ય, ભવ્ય પવિત્રતા બક્ષી હતી. આ આયોજન બદલ આયોજકોની રાજકોટના તમામ સાધુ-સાઘ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવીકાઓ, જૈન સંઘોના આગેવાનો એ અનુમોદના સાથે પ્રસંશા કરી હતી.
હાલમા ચાલી રહેલ પર્યુષણ પર્વમા ંજૈનોમાં જપ, તપ, આરાધનાની હેલી ચાલી રહી છે. ત્યાંરે ગઇકાલે રવિવારની રજાના દિવસે સ્કુલના વિધાથીઓ, ગૃહિણીઓ, વડીલો, યુવાનો સહિતનો તમામ જૈન સમાજ જોડાઇ શકે તેવું આયોજન જૈનમ પરિવારના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સામુહિક નવકાર મંત્ર જાપમાં રાજકોટનાસ્થાનકવાસી સંઘો, મૂર્તિ પુજક સંઘો, દિગંબર જૈન સંઘ સમાજ, શ્રીમદ રાજચંદ્ર પરિવાર, તમામ જૈન સોશ્યલ ગૃપો, જૈન જાગૃતિ સેન્ટર, યુવા ગ્રુપો, સંગીની ગ્રુપો, પ્રતિકમણ મંડળો, સહિતના સકળ સંઘો જોડાયા હતા. રાજકોટમાં બિરાજતા તમામ સાધુ, સાઘ્વીજી, ભગવંતોના આર્શીવાદ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત કાર્યક્રમ દરમ્યાન પરમ વંદનીય ગુરૂદેવ જે.પી. ગુરૂજીની નિશ્રા પ્રાપ્ત થઇ હતી.
સાથે જિનશાસન મ.સા. પણ ઉપસ્થીત રહયાંહતા. જૈનમ પરિવારની ટીમ દ્રારા રાજકોટના તમામ ઉપાશ્રયો, દેરાસરો, સ્થાનકોના શ્રેષ્ઠીઓના સહયોગ થકી, સાધુ-સાઘ્વીજી ભગવંતોને રૂબરૂ ગુરૂવંદના સહવિનંતી કરવામાં આવી હતી. સાથે તમામ શ્રાવકો-શ્રાવીકાઓને સહપરિવાર આ જાપમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યા હતાં. આવા સુંદર આયોજન બદલ રાજકોટમાં બિરાજતા તમામ સાધુ-સાઘ્વીજી, ભગવંતો એ આનંદની લાગણી વ્યકત કરવા સાથે સંઘના તમામ શ્રાવકોન ેઆવા સુંદર આયોજનમાં જોડાવવા અપીલ કરી હતી. સાધુ-સાઘ્વીજી ભગવંતોની પ્રેરણા થકી રાજકોટના તમામ ફીરકાના, સંઘો, ઉપાશ્રયો, દેરાસરો, સ્થાનકો, જિનાલયોના આગેવાનોની અપીલને ઘ્યાનમાં લઇને સમસ્ત રાજકોટનો જૈન સમાજ બહોળી સંખ્યામાં નવકાર ડે નિમીતે સામુહીક મંત્ર જાપમાં જોડાયો હતો.
જેમાં ભાઇઓ-બહેનો, વડીલો, વિધાથીઓ, દિવ્યાંગો તેમજ શારીરી કરી તે અશકત પણ માનસીક મનોબળમાં સશકત એવા તમામ જૈનોનો સમાવેશ થાય છે. ત્યાંરે નિમીત માત્ર તેવા જૈનમ પરિવાર દ્રારા શ્રાવકોની બેઠક વ્યવસ્થા, સામુહીક નવકારમંત્ર જાપ, પાર્કીગની વ્યવસ્થા, પ્રભાવનાની વ્યવસ્થા વિ. માટેજૈનમ પરિવારની અલગ-અલગ ટીમ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી રહી હતી. આ નવકાર મહામંત્રના સામુહિક જાપ સાથે પુણ્યનું વિશેષ ભાથું બાંધવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો. જેન ેલઇન ેજૈનોમાં વિશેષ ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
નવકાર ડે નિમીતે નવ હજારથી પણ વધ ુજૈનો સામુહીક જાપમાં જોડાયા હતા. જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ, વડીલો તમામનો સમાવેશ થયો હતો. શ્રાવક-શ્રાવીકાઓની સગવડતા માટે સામુહીક મંત્રજાપના સ્થળ સુધી આવવા તથા પરત જવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે અજરામર ઉપાશ્રય કરણપરા ચોક, ગીતગુર્જરી ઉપાશ્રય જુના એરર્પોટ પાસે, વિરાણી પૌષધ શાળા – જૈન મોટા સંઘ કોઠારીયા નાકા, નેમીનાથ – વિતરાગ સંઘ ગાંધીગ્રામ, શ્રમજીવી ઉપાશ્રય ઢેબર રોડ, મનહર પ્લોટ ઉપાશ્રય મંગળા રોડ, જૈનચાલ મકકમ ચોક ગોડલ રોડ, ભકિતનગર સર્કલ વિ. ખાતેથી બસ દ્રારા વાહન વ્યવહારની નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉપસ્થીત તમામ શ્રાવકોને કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્રમુનિ મ.સા. દ્રારા વિડીયોના માઘ્યમથી તમામને આર્શીવચન પાઠવવામાં આવ્યા હતા. સાથે પૂજય એ જૈનમ પરિવાર-રાજકોટ સમસ્ત જૈન સમાજને નવ કારડેના આયોજન બદલ શુભેચ્છા પાઠવી કાર્યક્રમની સરાહના કરી હતી. આ તકેલુક એન્ડલર્નના દીદીઓ દ્રારા સમુહ જાપ કરાવવામાં આવ્યા હતાં. આ તકે ઉપસ્થીથ તમામ શ્રાવક-શ્રાવીકાઓએ ભાવપૂર્વક સમુહ નવકાર મંત્ર જાપનું ઉચ્ચારણ કરી સમગ્ર વાતાવરણને નવકારના નાદથી ગુંજતું કરી દીધુ હતું. સમુહ નવકાર મંત્રના પઠનથી વાતાવરણ અલોૈકીક બની ગયુ હતું. સાથે નવકાર મંત્ર આરાધના ઉપરાંત સમુહ સામાયીક લઇને તમામે વિશેષ પુણ્યનું ભાથું બાંધવાનો લાભ લીધો હતો.
આ તકે જૈનઅગ્રણી ીપ્રદીપભાઇ શાહ , સી.એમ. શેઠ, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, કોર્પોરેટર પ્રીતીબેન દોશી તથા જૈન આગેવાનો મનુભાઇ ખંધાર, અંકુરભાઇ શાહ, એડવોકેેટ કમલેશભાઇ શાહ, શીરીષભાઇ બાટવીયા, પુર્વીબેન શાહ, કમલેશભાઇ મોદી વિ. ઉપસ્થીત રહયાં હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન તપસ્વી સ્કૂલના અમીષભાઇ દેસાઇ એ કર્યુ હતું. કાર્યક્રમના અંતે આભાર વિધી મેહુલભાઇ દામાણી દ્રારા કરવામાં આવી હતી. કાર્યક્રમના પુર્ણાહુતી બાદ જૈનમ પરિવારની તમામ ટીમ ઉપરાંત જૈનમ પરિવાર સાથે જોડાયેલી તમામ સાથી સંસ્થાઓ જૈન સોશ્યલ ગ્રુપ મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જે.એસ.જી. સંગીની મીડટાઉન, સંગીની ડાઉન ટાઉન, સંગીની એલીટ, સંગીનીપ્રાઇમ, જૈનયુવાગ્રુપ ,જૈન યુવા ગ્રુપ જુનીયર, દિગંબર સોશ્યલ ગ્રુપ, જૈન જાગૃતી સેન્ટરના સભ્યો દ્રારા પ્રભાવનાનું વિતરણ કરવામા ંઆવ્યું હતું.