• આજે વર્લ્ડ મેરી ટાઈમ દિવસ

માલસામાન માટે પરિવહન સૌથી સસ્તુ અને કાર્યક્ષમ સ્વરૂપે દરિયાઈ પ્રવૃત્તિ વિશ્ર્વ વેપાર ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ ભાગ: ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની 1948માં સ્થાપના કરાય હતી

આ વર્ષની થીમ: ભવિષ્યની શોધખોળ, સલામતી પ્રથમ છે, જે પર્યાવરણ રક્ષણ સાથે, દરિયાઈ સલામતી અને સુરક્ષા વધારવા બાબતે યોગ્ય પગલા માટે સૌની એકતા જરૂરી

દર વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ઉજવાતા વિશ્ર્વ  મેરીટાઈમ દિવસ,  આપણી અર્થ વ્યવસ્થા અને સમાજને તરતુ રાખવા શિપિંગ મહત્વપૂર્ણ ગણાય છે. પહેલા એક દેશથી બીજા દેશમાં જવા મોટાભાગે લોકો દરિયાઈ માર્ગે જ પસંદ કરતા હતા આ યુગ આજથી 8 દાયકા પહેલાનો ગણાતો, પછી હવાઈ માર્ગની સુવિધા વધતા લોકો ટાઈમ બચાવવા પણ તેનો વધુ ઉપયોગ કરવા લાગ્યા માલસામાન મોકલતા આજે પણ લોકો દરિયાઈ માર્ગ વધુ પસંદ  કરે છે તેનું કારણ તે સસ્તુ પડે છે. આજે પણ વિશ્ર્વના આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગમાં શિપિંગનું મહત્વ અકબંધ છે, વૈશ્ર્વિક કુલ વેપારના 80 ટકાથી વધુ પરિવહન શિપિંગ દ્વારાજ થાય છે

વૈશ્ર્વિક  પુરવઠા શ્રેણીઓનું જીવન છે, જે મહાસાગરોમાં વિસ્તરે છે. સમુદાયો અને માલસામાનને જોડે છે. આજનોમેરીટાઈમ   સેકટર ગહન પરિવર્તનમાંથી  પસાર થઈ રહ્યો છે. આ વર્ષની થીમ ભવિષ્યની શોધખોળ, સલામતી પ્રથમ છે.  દરિયાઈ પરિવહનને કારણે પર્યાવરણ, સલામતી અને સુરક્ષા જેવી ઘણી બાબતોમાં પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે. થીમમાં સલામતીએ પ્રાથમિકતા રહેવી જોઈએ, આજે વિશ્ર્વમાં  તકરાર ચાલે છે,  દરિયાઈ તોફાનો, તેની વચ્ચે હુમલાઓ જેવી ઘણી બાબતો શિપિંગ  માર્ગોના જોખમે છે.

સંયુકત રાષ્ટ્રના મહાસચિવ  એન્ટોનિયો ગુટરેસે જણાવ્યું છે કે, જેમ આપણે પ્રવાસન ઉજવીએ તેમ જવાબદારી પૂર્વક મુસાફરી કરીને બધા દેશોસાથે એકતાનો પુલ બાંધી એ અને એક બીજાની સંસ્કૃતિ અને રાષ્ટ્રોને આદર આપીએ આજે  વૈશ્ર્વિક  સ્તરે  સેફટી ઓફ લાઈફ એટસી ની સંધીમા વેપારી જહાજોની સલામતીને લગતી મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ બાબતમાં સહમત થયા છે. વિશ્ર્વ વેપાર ઉદ્યોગમાં શિપિંગએક મહત્વપૂર્ણ ભાગ છે. ભવિષ્યમાં ટકાઉ ગ્રીન આર્થિક વૃધ્ધિમાં સલામત, સુરક્ષીત અને કાર્યની શિપિંગની વ્યવસ્થા પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના નિયમોને અને દેશો પાલન કરી રહ્યા છે, જેના મુળ 19મી સદીની સંધીમાં છૂપાયેલા છે. વિશ્ર્વમા સૌ પ્રથમ 1978ના રોજ વિશ્ર્વ મેરીટાઈમ દિવસનું  આયોજન કરાયું હતુ. જેમાં 21 દેશો જ જોડાયા હતા બાદમા આ  બાબતે  સમયાંતરે વધુ દેશો જોડાતા આજે લગભગ  170 જેવા દેશો સભક્ય બન્યા છે.  ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 1948મા કરવામાં આવી હતી. 1932માં પ્રથમવાર ઈગ્લેન્ડના પ્રવાસે ગયેલા આપણી પારસીગ્રુપની ટીમ ક્રિકેટ મેચ રમવા જહાજમાં ગઈ હતી. જહાજમાં બીજા દેશોમાં જવાનો લાંબો સમય લાગતો હતો દરિયાઈ તોફાનોમાં તો શિપ દરિયાઈ વચ્ચે ફસાઈ પણ જતી  હતી.

આજના યુગમાં વર્લ્ડ મેરીટાઈમ કેન્દ્રીય નવી  ટેકનોલોજી અને વૈકલ્પિક ઈંધણના યુગમાં દરિયાઈ સલામતી સફણ કરવાનો લક્ષ્યાંક  રાખે છે. આ   ઉદ્યોગોમાં સુરક્ષામાં સુધારો કરવા અને પર્યાવરણ પ્રદુષણના જોખમને ઘટાડવા સૌએ ખાત્રી આપવી જ પડશે. જહાજોની સ્થિતિનું નિરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા  યુરોપીયન કમિશને વધારાના નિયમોને આવરી લેવા તેના કાયદા લંબાવવાની દરખાસ્ત પણ કરી છે. વૈશ્ર્વિક સ્તરે છેલ્લા 2013માં સૌ એકત્ર થઈને નિયમોમાં  સુધારા સાથે ભવિષ્યમાં પુરાવા રૂપ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જે દરિયાઈ ક્ષેત્રના લીલા અને ડિજિટલ સંકુલને નકકી  કરવા માટે તકનીકી ઓપરેશન અને વૈજ્ઞાનિક  સહાય પૂરી પાડવાનાો કાનુની આદેશ હશે.

ઈન્ફરમેશન ટેકનોલોજીનાં યુગમાં દુનિયા આંગળીના ટેરવે  આવી ગઈ છે. ત્યારે પણ દરિયાઈ રસ્તે મહાકાય જહાજોમાં વિશાળ ક્ધટેનરોમાં  માલ સામાનની હેરફેરની પણ એક નિરાળી  દુનિયા છે.  ચારે તરફ પાણી જ હોય ત્યારે દરિયાઈ તોફાન, ખરાબ વાતાવરણ જેવી અનેક સમસ્યા વચ્ચે પણ શિપિંગ કે મેરીટાઈમ ઉદ્યોગ દુનિયાના દેશોનો માલ સામાન એક દેશમા  બીજા   દેશમાં પહોચાડે છે, જેનો રેશિયો 90 ટકા   જેટલો છે.

વૈશ્ર્વિક આયાત-નિકાસ  મોટાપાયે દરિયાઈ માર્ગે કરવામાં આવે છે. સમુદ્રમાં ફરતા ઓઈલટેન્કર્સ દ્વારા મોટુ  પ્રદુષણ સર્જાય છે, હજારો ટન ઓઈલ ટેન્કરમાંથી લિકેજ થઈ ને દરિયામાં  ભળે છે. આ ઉપરાંત દરિયાઈ અકસ્માતને કારણે ઓઈલ લઈ જતા જહાજોમાં આગ લાગે છે કે તે દરિયાઈમાં ડુબી જાય છે. આવા બનાવોથી દરિયાઈ જીવસૃષ્ટિ તથા પક્ષીઓ ઉપર વિપરીત અસર થાય છે. અકે બીજા દેશો દરિયાઈ માર્ગો તથા તેના બીજા દરિયા સાથેના જોડાણની સીમા તથા તેના નિયમો અમલમાં હોય છે. ઘણીવાર યુધ્ધને  કારણે અમુક  દરિયાઈ રસ્તા બંધ થવાથી  જહાજને ફરીને  લઈ જવું પડતુ હોય છે.

પૃથ્વી પરનો  75 ટકા ભાગ પાણીથી રોકાયેલો છે

પૃથ્વીની ઉત્પતિ થઈ ત્યારે સૌ પ્રથમ  પૃથ્વીપર  સજીવસૃષ્ટિની શરૂઆત પાણીમાંથી થઈ હતી આજે પણ પૃથ્વીપરની  75 ટકા ભાગ   પાણીથી રોકાયેલો છે. ભારતનો દરિયા કિનારો  આશરે 124000 કિ.મી. લાંબો છે. જયારે આપણું ગુજરાત પણ  1660 કિ.મી.નો લાાંબો દરિયા  કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્રમાં પણ  900 કિ.મી.નો દરિયાઈ કિનારો છે. વિશ્ર્વના સમગ્ર દરિયા કિનારે પર્યટન કે  બંદરો વિકસાવીને  વૈશ્ર્વિક  બજારોને  આયાત નિકાસ માટે આજે ઘણી સરી સગવડો છે.

વિશ્ર્વની સૌથી મોટી શિપિંગ કંપનીઓ

દરિયાઈ પરિવહન ક્ધટેનર શિપિંગ કંપનીઓ શકિત અને સ્કેલ વૈશ્ર્વિક પુરવઠા શ્રેણીને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિશ્ર્વની સૌથી મોટી શિપિંગ કંપનીમાં ભૂમધ્ય શિપિંગ કંપની મેર્સ્ક, સીએમએ, સી.જી.એમ.ગ્રુપ , કોસ્કોગ્રુપ અને હેપગ લોયડનો ટોપ ફાઈવમાં સમાવેશ થાય છે. આ બધી કંપની પાસે  500થી વધુ મહાકાય જહાજો માલ પરિવહન માટે હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.