કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડરાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાંઆવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ( જોલી ગ્રાંટ હવાઈ મથક ) ખાતે આવેલા છે..
ત્યારે આ સ્થળે સમગ્ર દેસ ના લોકો યાત્રા માટે જાય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માંથી પણ આ વર્ષ દરમિયાન 50 થી વધુ લોકો યાત્રા કરવા કેદારનાથ ગયા છે.ત્યારે તે અરસા માં રસ્તા માં કેદારનાથ પોહચવા ને પહલે 50 કિમિ ભેખડ પડતા જિલ્લા ના 10 થી વધુ લોકો અટવાયા છે..
ત્યારે જિલ્લા માં પરિવાર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કેદારનાથ થી 50 કિમિ દૂર રસ્તા માં ભેખડ ધસી પડતા હાલ રસ્તો બન્ધ છે.ત્યારે હાલ અમો અહીં અટવાયા છી તેવી વાતચીત યાત્રાળુઓ તેમના પરિવાર સાથે કરી હતી.