ખો-ખો, વોલીબોલ, બેડમિન્ટન, ચેસ, ટેબલ-ટેનિસ, ગોળાફેંક, ભાલાફેંક,
બરછી ફેંક, લાંબી કુદ, દોડ સહિતની રમતોનું આયોજન
રાજયકક્ષાનો રમતોત્સવ આઈ.એલ.ટી.બી.એડ કોલેજના ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયો, ડો. હર્ષદ પટેલ, ડો.ભીમાણી અને ડો. નિદત બારોટ સહિતનાઓ રહ્યા ઉપસ્થિત
આઈ.આઈ.ટી.ઈ. યુનિવર્સિટી દર વર્ષે સમગ્ર ગુજરાતની સરકારી અને અનુદાનિત બી.એડ. કોલેજોનો રમતોત્સવ ઉજવે છે . જોય ઓફ સ્પોર્ટસ એન્ડ હેલ્થ ઓળખવામાં આવે છે . આ વખતનો 11 મો જોશ રમતોત્સવના યજમાનની જવાબદારી ઈન્સ્ટીટયુટ ઓફ લેગ્વેજ ટીચિંગ બી . એડ . કોલેજ , રાજકોટને સોંપવામાં આવી હતી.
આઈ.એલ.ટી. કોલેજના આચાર્ય ડો.નિત બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે 800 થી વધુ 2 મતવીરોએ જુદી જુદી કબડી , ખો ખો , વોલીબોલ , બેડમીન્ટન , ગેસ , ટેબલ ટેનીસ , ગોળા ફેંક , ભાલા ફેંક , બરછી ફેંક , લાંબી કૂદ , ઉંચી કૂદ , 100 , 200 , 400 , 5 કિ.મી. અને 10 કિ.મી. દોડનું આયોજન કરવામાં આવ્યું હતું . આ તમામ રમતોનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટશ સંકુલ ખાતે યોજાયું હતું . સમગ્ર આયોજનમાં આઈ.એલ.ટી. કોલેજના અધ્યાપકો , વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકોટની જ બંને અનુદાનિત બી.એડ. કોલેજો , પી.ડી.માલવીયા બી.એડ. કોલેજ અને જે . જે . કુંડલીયા બી.એડ. કોલેજના અધ્યાપકોએ એક ટીમ થઈને આયોજન સંભાળ્યું હતું .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ ડાયરેકટર ડો.મિનાક્ષી પટેલે તમામ ટીમને રમાડવી , રેફરીની કામગીરી કરવી , ગ્રાઉન્ડ તૈયાર કરાવવા સહિતની જવાબદારી સુપેરે નિભાવી હતી . સવારે 7.00 વાગ્યે રમતીસવનું ઉદઘાટન ઈન્સ્ટીટયુટ ઓફ લેગ્વેજ ટીચિંગ બી.એડ. કોલેજ , રાજકોટના આચાર્ય ડો.નિત બારોટ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક ડો.મિનાક્ષી પટેલ , આઈ.આઈ.ટી.ઈ. યુનિવર્સિટી , ગાંધીનગરના શારીરિક શિક્ષણ નિયામક ડી . મુકેશ પટેલે આઈ.આઈ.ટી.ઈ. યુનિવર્સિટીનો ધ્વજ ફરકાવીને કરાવ્યું હતું . રાજકોટની આઈ.એલ , ટી , બી.એડ. કોલેજની બેડમીન્ટનની ગોલ્ડ મેડલીસ્ટ એકતા જોશી , બ્રિજેશ માઢક , ખુશી શર્મા , સંજય ડાભી ધ્વારા મશાલ લાવીને સમગ્ર રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો .
સમગ્ર ટુર્નામેન્ટમાં જુદી જુદી સ્પર્ધાના 120 જેટલા મેડલ આપવામાં આવ્યા હતા . ટીમમાં વિજેતા થનારને 11 ટ્રોફી અને બીજા નંબરે રહેનાર ટીમને 11 ટ્રોફી આપવામાં આવી હતી . બહારથી આવેલા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2મત ગમતના પરિસરનો ખૂબ લાભ મળ્યો હતો . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઈ.એલ.ટી. બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી શર્મા ખુશી ભાલા ફેંકમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે રહી હતી . સંજય ડાભી 5000 કિ.મી. માં પ્રથમ ક્રમે અને 800 મીટર માં ત્રીજા ક્રમે રહયા હતા .
બ્રિજેશ માઢક ઉંચી કૂદમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે તથા લાંબી કૂદમાં પણ સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમે રહયા હતા . કાર્યક્રમના અંતે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા આઈ.આઈ.ટી.ઈ. ના કુલપતિ ડો.હર્ષદભાઈ પટેલ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરિશભાઈ ભિમાણી , આઈ.આઈ.ટી.ઈ. યુનિવર્સિટી કુલસચિવ ડો.હિમાંશુભાઈ પટેલ સવિશેષ ઉપસ્થિત રહયા હતા . ખેલાડીઓને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું . ખેલાડીઓને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કર્યા હતા તથા સમગ્ર આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ રાજકોટની વ્યવસ્થાપક ટીમને અભિનંદન આપ્યા હતા.