- એઈમ્સના નામે ખોટા હોબાળા મચે છે…
ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ એઇમ્સના નામે તાજેતરમાં અમુક વિવાદો સામે આવ્યા બાદ એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો. કટોચે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, એઇમ્સ હોસ્પિટલમાં 800 કર્મચારીઓ દિવસ – રાત કામ કરે છે છતાં વિદ્યાર્થીઓથી માંડી મેનેજમેન્ટ સુધી તમામ સુરક્ષિત છે જેથી એઇમ્સના નામે ખોટા હોબાળા મચી રહ્યા છે. એઈમ્સના ડાયરેક્ટર કર્નલ ડોક્ટર સી.ડી.એસ. કટોચ દ્વારા એઇમ્સની સારવારલક્ષી, વહીવટી કામગીરી અને એઇમ્સના નિર્માણને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. 800 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ તથા છાત્રો એઇમ્સમાં સુરક્ષિત છે. સ્ટાફની કોઈપણ પ્રકારની ફરિયાદ માટે પ્રત્યક્ષ ઇન્ટર્નલ કમિટી તરફથી કે ડાયરેક્ટર તરફથી એક પણ ફરિયાદ પ્રાપ્ત થયેલી નથી. આ સિવાય એઈમ્સનું 80 ટકા જેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, નિર્ધારિત એજન્સી દ્વારા નિર્માણ કામગીરી પર ક્વોલિટી અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવે છે.
સપ્તાહ પૂર્વે આઉટડોર દર્દીનો આંકડો 3 લાખને પાર
લોકાર્પણ બાદ એઈમ્સમાં સારવાર અર્થે આવનાર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એઈમ્સમાં ઓ.પી.ડી. સેવાનો લાભ લેનાર દર્દીઓની સંખ્યા 1 હજારથી પાર થઈ ચૂકી છે. એક સપ્તાહ પૂર્વેના અહેવાલ અનુસાર, એઈમ્સનો આઉટડોર દર્દીઓની સંખ્યાનો આંકડો ત્રણ લાખને પાર થઈ ચૂક્યો છે. એઈમ્સમાં સારવાર અર્થે આવનાર દર્દીઓ સંતોષની સાથે ઘરે પરત ફરે છે. હાલ સુધીમાં 400 થી 500 જેટલી મેજર સર્જરીઓ એઈમ્સમાં કરવામાં આવી છે. જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો, છાત્રો અને વર્ગ – 3ના કર્મચારીઓ સહિત કુલ 800થી વધુ લોકોનો સ્ટાફ છે.
મહિલા કર્મચારીઓ સહિતનો સ્ટાફ એઈમ્સમાં સુરક્ષિત હોવાની મને ખાતરી છે : કર્નલ ડો. કટોચ
એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કર્નલ ડો. કટોચ જણાવે છે, કે લોકાર્પણ બાદ એઈમ્સમાં સારવાર અર્થે આવનાર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એઈમ્સમાં ઓ.પી.ડી. સેવાનો લાભ લેનાર દર્દીઓની સંખ્યા 1 હજારથી પાર થઈ ચૂકી છે. એક સપ્તાહ પૂર્વેના અહેવાલ અનુસાર, એઈમ્સનો આઉટડોર દર્દીઓની સંખ્યાનો આંકડો ત્રણ લાખને પાર થઈ ચૂક્યો છે. એઈમ્સમાં સારવાર અર્થે આવનાર દર્દીઓ સંતોષની સાથે ઘરે પરત ફરે છે. હાલ સુધીમાં 400 થી 500 જેટલી મેજર સર્જરીઓ એઈમ્સમાં કરવામાં આવી છે. જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો, છાત્રો અને વર્ગ – 3ના કર્મચારીઓ સહિત કુલ 800થી વધુ લોકોનો સ્ટાફ છે. જેમાં હાલ સુધીમાં ડાયરેક્ટરની નજરે પડે એવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. એઇમ્સમાંથી ડેપ્યુટી ડાયરેક્ટરે 2 માસ પૂર્વે રજા લીધી હોય કે પદની પૂર્તિ પણ વહેલી તકે કરી દેવામાં આવશે જેની ખાતરી આપી હતી. એટલું જ નહીં તાજેતરમાં કેટલાક અખબારોમાં આવેલી ખબર અંગે પ્રકાશ પાડતા અને તે અંગે સ્પષ્ટતા કરતાં એઇમ્સના ડાયરેક્ટર કર્નલ ડો. કટોચ ખાતરી આપતા જણાવે છે, કે એઈમ્સના દરેક કર્મચારીઓ સુરક્ષિત અને હેમખેમ છે. એઇમ્સમાં સ્ટાફ માટે અલગ અલગ કમિટીની રચના કરવામાં આવી છે. જ્યાં દરેક કર્મચારી તેની તકલીફ જણાવી શકે છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, તાજેતરમાં એઈમ્સમાં મુલાકાત અર્થે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ રજકોટ એઈમ્સની કામગીરીને બિરદાવી હતી. આ સિવાય એઈમ્સના ક્ધસ્ટ્રક્શન અને કામગીરી અંગેની અપડેટ પણ આપવામાં આવી હતી. એઈમ્સની વહીવટી અને માળખાકીય કામગીરી અંગે પણ ડો. કટોચએ માહિતી આપી હતી.