ઈસરો ના world space week કાર્યક્રમ માં મોટા ભાગે અમદાવાદ- વડોદરા ની શાળા- કોલેજ ના જ વિર્ધાથી ઑ ભાગ લેતા હોય છે પરંતુ આ વાત ની જાણ પ્રગલ્ભ એજ્યુકેશન ના શિક્ષકો ને તાં તેમણે માત્ર પોતાના વિર્ધાથીઑ ને બદલે સમગ્ર જેતપુરના વિર્ધાથીઑ આ શૈક્ષણિક પ્રવાસ નો લાભ લે તેવા ઉદેશ્યી તુરંત જ અખિલ ભારતીય વિર્દ્યાથી પરિષદ નો સંપર્ક કરી ને દરેક શાળા- કોલેજ ને જોડી અને ૮૦ જેટલા વિર્દ્યાથીઓ અને ૬ શિક્ષકો એ સફળતા પુર્વક ઈસરો ની મુલાકાત લીધી હતી. જેમાં ઈસરો ના અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા વિર્ધાથી ઑ સાથે વાર્તાલાપ કરીન વિર્દ્યાથીઓ એે બાળ વૈજ્ઞાનિક જેવી લાગણી અનુભવી હતી. ત્યારબાદ સાયન્સ સિટી ખાતે મુલાકાત લઈ મિશન માશે નો અનુભવ કરાવેલો.