Abtak Media Google News
  • 32 દેશોમાં પાંચ વર્ષથી નાની ઉંમરના 3.6 કરોડ બાળકો કુપોષિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે : 2016 થી થતા વિશ્લેષણમાં
  • 36 દેશોમાં સતત આ ભૂખમરાની મુશ્કેલી જોવા મળે છે જે વિશ્ર્વના સૌથી ભૂખ્યા 80 ટકા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે
  • 2030 સુધીમાં ભૂખ મુક્ત વિશ્ર્વ બનાવવાનો લક્ષ્યાંક

ખાદ્યકટોકટીની મુશ્કેલીમાં સંઘર્ષો અને અસુરક્ષા, હવામાન ફેરફારની ઘટના, આર્થિક મુશ્કેલી જેવા પરિબળો જોવા મળે છે : તાજેતરમાં જી 9 અને જી 20 સમિટમાં પણ

આ સમસ્યાના નિવારણ માટે વૈશ્ર્વિક સ્તરે ચર્ચા થઈ હતી

ભક્તિ પીડાતા લોકો કુપોષણ મંદબુદ્ધિ ઓછી હું પ્રતિકારક શક્તિ રોગો અને છેવટે

મૃત્યુ તરફ દોરી જાય છે : 2011 થી હંગર પ્રોજેક્ટ શરૂ કરતા દર વર્ષે આ દિવસની ઉજવણી થાય છે: દરેક વ્યક્તિને ભૂખની કમજોર અસરોથી મુક્ત કરીને સ્વસ્થ

અને પોષણયુક્ત જીવન જીવવાની તક મળે તેવું નકકર આયોજન કરવું જરૂરી

આ વર્ષના ગ્લોબલ રિપોર્ટ ઓન ફુડ ક્રાયસિસના અહેવાલમાં જણાવ્યું છે કે 2023 માં 59 દેશો અને પ્રદેશોમાં લગભગ 28.2 કરોડ લોકો ભૂખમરા વચ્ચે જીવન જીવી રહ્યા છે, જે અગાઉના વર્ષ કરતા અઢી કરોડનો વધુ આંક દર્શાવે છે.વિશ્વમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા વધી, 53 દેશોમાં 19.3 કરોડ લોકો એક ટંક ખાવાથી પણ વંચિત રહે છે. વિશ્વ ભૂખ દિવસની લોકજાગૃતિ માટે આ વર્ષે ઉજવણી થીમ માં “સમૃદ્ધ માતાઓ, સમૃદ્ધ વિશ્વ” જેનો હેતુ લાખો લોકો ભૂખમારા નો સામનો કરી રહ્યા છે, જેમની પાસે યોગ્ય પોષણ નથી, તેના જીવન વિશેની જાગૃતિ લાવવાનો હેતુ છે. સદીઓથી ભૂખ એક મહત્વપૂર્ણ વૈશ્વિક સમસ્યા છે. આજે દુનિયામાં કરોડો લોકોને બે ટંક ખાવાનું મળતું નથી. વિકસિત દેશો કરતા અવિકસિત દેશોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. પ્રથમ વિશ્વયદ્ધ બાદ

યુએન દ્વારા  ભૂખમરા ક્ષેત્રે અગ્રીમ કાર્ય શરૂ કરેલ જેના ભાગરૂપે ઘણા મહત્વના લીધેલ પગલાંઓને કારણે દુનિયામાં આ સમસ્યા આંશિક રીતે ઘટી રહી છે.

ફૂડ પ્રોગ્રામના આંકડા મુજબ ગયા વર્ષે દરરોજ પૂરતા ખોરાક વગરના લોકોની સંખ્યા 4 કરોડ હતી. અત્યારે ઘણા દેશો વિશ્ર્વની ખરાબ દશામાં જોવા મળે છે, એકલા આ દેશમાં 60 લાખ લોકો ભયાનક ફૂડ કટોકટીમાં સપડાયા છે. વિશ્ર્વભરમાં હંગર ઇન્ડેક્સ મુજબ કોંગો, ઇથોપીયા, નાઇજિરિયા, સિરિયા દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન અને યમન જેવા દેશો ભયંકર સ્થિતિમાં જોવા મળે છે. આ એક વૈશ્વિક સ્તરની સામાજિક જવાબદારી છે, ભૂખમરાના ઉકેલ માટે ટકાવ વ્યવસ્થા પર તાકીદે દુનિયાના તમામ દેશોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વિશ્વ ભૂખ દિવસ લાખો લોકોની દુર્દશા તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયાસ છે. 2030 સુધીમાં ભૂખ મુક્ત વિશ્વ નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે.

ખાદ્ય કટોકટીના ચક્રને તોડવા પરિવર્તનશીલ અભિગમ, કટોકટી નિવારવાના પ્રયાસો સાથે શાંતિ, નિવારણ અને વિકાસની ક્રિયાઓને એકીકૃત કરવાની જરૂર છે. પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને કૃષિ અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે લાંબા ગાળાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણની જરૂર છે. યુ.એનના આંકડા અને 2022 ના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા વધતી જાય છે, હાલ 54 દેશોમાં એક અંદાજ મુજબ 19.3 કરોડ લોકોને એક ટંકનું ખાવાનું નશીબમાં નથી. યુધ્ધ, તીવ્ર હવામાન, કોરોના મહામારીની આર્થિક અસરો, દુષ્કાળ જેવા પરિબળો જવાબદાર છે. પૂરતા ખોરાક વગરના લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને 4 કરોડ થઇ ગઇ હતી. કેટલાક દેશોમાં લાંબા દુકાળ, ફૂડના ભાવમાં વધારો અને વણથંભી હિંસાનો સામનો કરી રહ્યા છે. ગ્રામિણ સમુદાયને જો આજે મદદ કરવામાં નહીં આવે તો ભૂખમરો અને આજીવિકા ગુમાવવાનો વારો આવશે અને વિનાશ સર્જશે.

ભૂખમરા પોષણના અભાવને કારણે થતી સગવડ છે. ખોરાકની વંચિતતા, કુપોષણ કે દરરોજ 1800 કેલરી કરતા ઓછા આંક માટે હંગર ઇન્ડેક્ષમાં સ્થાન અપાય છે. ખોરાકની અસલામતી સમગ્ર વિશ્ર્વમાં મોટી સંખ્યાને અસર કરે છે. ભૂખ ગરીબી સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ભૂખમરો સામાજીક, રાજકીય, વસ્તી વિષયક અને સાંસ્કૃતિક મુદાને અસર કરે છે. ગરીબીમાં લોકો સામાન્ય રીતે ઘરની ખાદ્ય અસુરક્ષાનો સામનો કરે છે. આવા લોકો જોખમી પરિસ્થિતિમાં જીવન જીવે છે, તેમજ આવા લોકો માટે આરોગ્ય સંભાળ અને શિક્ષણ પણ પુરતી મળતી ન હોવાથી ભૂખમરો વધે છે.

ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસના 2022ના રિપોર્ટમાં 2021ના ગયા વર્ષે તમામ રેકોર્ડ તોડ્યા હતા. અંદાજે 193 મિલિયન લોકો તીવ્ર ખાદ્ય અસુરક્ષાથી પીડાતા હતા અને તેમને તાત્કાલિક મદદની 53 દેશોને જરૂર હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વસ્તી વધારાને કારણે પરિસ્થિતિ વણસી હતી. 2016 થી 2021ની વચ્ચે કટોકટી કે ખરાબ સ્થિતિમાં વ્યક્તિઓની સંખ્યા ચાર ગણી વધી હતી જેને પરિણામે 94 મિલિયનથી વધીને લગભગ 180 મિલિયન થઇ ગઇ હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ 2024માં વૈશ્ર્વિક સ્તરે તીવ્ર ખાદ્ય અસુરક્ષા વધુ ખરાબ થવાની આગાહી કરેલ છે. હાલ 36 દેશના લગભગ 40 મિલિયન લોકો ગંભીર યાતના ભોગવી રહ્યા છે. મુખ્ય ચાર દેશોમાં ઇથોપિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ માડાગાસ્કર અને યમનના અડધા મિલિયનથી વધુ લોકો આપતિનો સામનો કરી રહ્યા છે. 2020ની સરખામણીએ ચાર ગણો અને 2016ની સ્થિતિએ સાત ગણો વધારો જોવા મળે છે.

વિશ્વભરમાં કુપોષણની પણ જટીલ સમસ્યા છે. ગત વર્ષના આંકડા મુજબ પાંચ વર્ષથી નીચેના 2.6 બાળકો ભૂખે મરતા હતા અને 2.3 ગંભીર ખાદ્ય કટોકટી સાથે 3.5 બાળકોને તાત્કાલિક સંભાળની જરૂર હતી. દરરોજ 800 મિલિયન લોકો ભૂખ સાથે જીવે છે અર્થાત આ પૃથ્વી પર દર નવમાંથી એક વ્યક્તિને તંદુરસ્ત, સક્રિય જીવન જીવવા માટે પૂરતો ખોરાક મળતો નથી. વિકાસશીલ દેશોમાં મોટાભાગના ભૂખમરાથી પીડાતા હોવાથી આ વસ્તીના 12.9 ટકા વસ્તી ભૂખી જ સુઇ જાય છે. એશિયાખંડએ ભૂખ્યા લોકોનો ખંડ કહેવાય છે. આફ્રિકામાં દર ચારમાંથી એક વ્યક્તિ કુપોષિત છે. આ સમસ્યાને કારણે બાળ મૃત્યુદરનું પ્રમાણ વિશેષ વધ્યું છે.

ઋઅઘ દ્વારા 2030 સુધીમાં વિશ્ર્વમાં ભૂખમરાને નાબૂદ કરવાનું લક્ષ્ય આપેલ છે, આ લક્ષ્યાંકમાં ચાર સુચકાંકોને આધારે 116 દેશોમાં કાર્ય થઇ રહ્યું છે. જેમાં કુપોષણ, શિશુમૃત્યુ દર, શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા મુદ્દાનો સમાવેશ કરાયો છે. વિશ્ર્વમાં હાલ 150 મિલિયન બાળકો કુપોષણથી પીડાય છે. 2006 અને 2012 વચ્ચે 4.7 પોઇન્ટ અને 2012થી 2021 વચ્ચે માત્ર 2.5 પોઇન્ટ ભૂખમરો ઘટ્યો છે. સૌથી વધુ જોખમ ધરાવતો દેશ સોમાલિયા છે. ભૂખના અત્યંત અલાર્મિંગ લેવલવાળા 9 દેશોમાં પાકિસ્તાન, સુદાન, અફઘાનિસ્તાન, ઇથોપીયા, નાઇજીરીયા, વેનેઝુએલા અને હૈતી સહિત ગંભીર લેવલવાળા 37 દેશોનો સમાવેશ થાય છે.2023ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સની સુચિમાં 125 દેશોનો સમાવેશ કરાયો છે. જેમાં આપણો નંબર 111મો છે, જો કે સરકારે રેન્કિંગ સિસ્ટમને ખોટી બતાવીને આ સુચિ આંક નકાર્યો હતો.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ શું છે ?

વૈશ્વિક ભૂખ સૂચકાંક એક એવું સર્વે છે, ગણતરી છે જે વૈશ્ર્વિક સ્તરે અને દેશના આધાર પર ભૂખનું માપન કરે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ  વાર્ષિક ગણતરી કરે છે અને તેનું પરિણામ પ્રત્યેક વર્ષે ઓક્ટોબરમાં એક રિપોર્ટ બહાર પાડીને કરે છે. 2006માં આ રિપોર્ટ પ્રથમવાર બનાવાયો હતો. આ રિપોર્ટ બતાવે છે કે 2000 પછી ઘણા દેશોમાં સુધારો જોવા મળેલ છે, તો કેટલાકની હાલત સુધરી નથી કે વધુ બગડી નથી. યુનાઇટેડ નેશન દ્વારા 1962 માં “ભુખથી સ્વતંત્રતા” અભિયાન શરૂ કરેલ હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.