વિશાળ મેદાનમાં ૪ એલઇડી સ્કીન પર લાઇવ ટેલીકાસ્ટ: ૧૦૦૦૦ થીવધુ લોકો ખુરશી પર બેસી રાસ મહોત્સવ નીહાળશે: વિજેતા ખેલૈયાઓ માટે લાખેણા ઇનામોની વણઝાર: આયોજકો ‘અબતક’નુ શુભેચ્છા મુલાકાતે
ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ આ વર્ષે પણ વેસ્ટ ઝોન સમીતી દ્વારા નવરાત્રી મહોત્સવનું ઝાઝરમાન આયોજન કરાયું છે. પારિવારિક વાતાવરણમાં અને માં ખોડલના સાનિઘ્યમાં આયોજીત રાસ મહોત્સવમાં જાણીતા કલાકારો અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયા ઝુમી ઉઠશે. આ રાસોત્સવમાં પ્રથમ વાર લેઉવા પટેલ સમાજના ભાઇઓ-બહેનો ઉપરાંત સર્વે જ્ઞાતિ બહેનો પણ ગરબે ઘૂમશે. ખોડલ ધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા આ વર્ષે રામધણ પાછળ પ્રણવેશ્ર્વર મહાદેવ મંદીર સામે, ૮૦ ફુટ રોડ, મવડી રાજકોટ ખાતે તા. ર૯ થી ૮ ઓકટોબર સુધી ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણમાં ૬૦૦૦૦ થી વધુ ખેલૈયાઓ મન મુકીને ઝુમી શકે તેવું ૨,૯૦,૦૦૦ ચો.ફુટ ગ્રાઉન્ડ આવડા મોટા ગ્રાઉન્ડને કર્ણપ્રિય ઘ્વનિ પુરો પાડવા માટે અતિ આધુનીક જે.બી.એલ. ૭૮૮૯ વરટેક, ૧,૫૦,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ દિલ્હીથી મંગાવવામાં આવી છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગલ કે જેઓ ગરબા રીન્ટેજ તરીકે ખ્યાતનામ છે, એવા નિશાંત જોશી, પુજા ચૌહાણ, ઉર્વી પુરોહીત, અનિલ પટેલ, અને અમિતા પટેલ તેમજ ઉદધોષક તરીકે ડો. ઉત્પલ જીવરાજાની તથા મ્યુઝીકલ અને રિધમમાં જેને ગુજરાતમાં ઢોલના ધિંગાના તરીકે ઓળખાય છે એવા રહીશ હાજી વગેરે ખેલૈયાઓને રમઝટ બોલાવવા માટે મજબુર કરશે. આખા ગ્રાઉન્ડનો માહોલ નજીકથી જોઇ શકાય તે માટે ચાર વિશાળ એલ.ઇ.ડી.સ્ક્રીમની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે નવ દિવસ દરમ્યાન વિજેતા ખેલૈયાઓ માટે ઇનામોની વણઝાર રાખવામાં આવી છે.
ખોડલધામ નવરાત્રી વેસ્ટ ઝોનનું આયોજન અજોડ છે. કારણ કે પાંચ વર્ષમાં સ્વચ્છતા સહિતના ૧૧ થી વધુ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રેકોર્ડ નોંધાવેલ છે. અને નવરાત્રિ પર્વ તથા હિન્દુ સંસ્કૃતિકની દેશ-વિદેશમાંં ઓળખ ઉભી કરાવી છે. ફરી આ વર્ષે પણ આવુ જ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
નવરાત્રિ પર્વમાં પરિવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. આવી પરિસ્થિતિમાં આ ટીમ દ્વારા સિકયુરીટી ગાર્ડ લેડીસ તથા જેન્ટસ તેમજ બાઉસર ઉપરાંત ૨૫૦ થી વધુ સ્વયંસેવક ભાઇઓ-બહેનો મેદાનમાં તૈનાત રહેશે. પાકીંગ પણ વિશાળ જગ્યામાં રાખેલ છે. જેથી ટ્રાફીકની કોઇ સમસ્યા ના સર્જાશે
ખોડલધામ વેસ્ટ ઝોનના પાસ મેળવવા માટે કાર્યાલય શિવાલય કોમ્પ્લેકસ, રાજ બેન્કની બાજુમાં જેઠારીયા હનુમાનની સામે મવડી ચોકડી રાજકોટ ખાતે તા. ૯૮૭૯૭ ૯૯૩૩૩ સંપર્ક કરવો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ વેસ્ટ ઝોનનુ મુખ્ય સમીતીના જીતુભાઇ સરોઠીયા, હસમુખભાઇ લુણાગરીયા, જયેશભાઇ સોરઠીયા, ધિરાજભાઇ મુંગરા, મનસુખભાઇ વેકરીયા, અનિલભાઇ ઠુંમ્મર, રાજુભાઇ કોયાણી, સુરેશભાઇ વેકરીયા, સંજયભાઇ સાકરીયા, હરેશભાઇ સાકરીયા તથા જયેશભાઇ મેધાણી સહીતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.