સાઇબર સિક્યોરિટી રિસર્ચર ટ્રૉય હંટે દાવો કર્યો છે કે, દુનિયાભરમાં 77.3 કરોડ ઇ-મેલ એડ્રેસ અને 2.1 કરોડ પાસવર્ડ હેક થયા છે. ટ્રૉય હંટે આ વાતની જાણકારી પોતાની વેબસાઇટ દ્વારા કરી હતી. ટ્રૉયે પોતાની વેબસાઇટ પર એક બ્લૉગમાં આ વાતની માહિતી આપી હતી.

1 54સાથે જ 2019માં સૌથી વધારે ડેટા લીક થઇ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. ટ્રૉય હંટના અહેવાલ મુજબ કલેક્શન #1માં ઇમેલ અને પાસવર્ડનું એક સેટઅપ હોય છે. જેમાં 2.69 અબજ (2,69,28,28,238) જેટલી લિંકનો સમાવેશ થાય છે.

2 41થોડા સમય પહેલા જ ઘણા લોકોએ અમારો સંપર્ક કર્યો હતો. જેમાં ક્લાઇઉડ સર્વિસ મેગાની એક મોટી ફાઇલ વિશે જાણકારી આપી હતી. આ કલેક્શનમાં 87 જીબીની 12 હજારથી વધારે ફાઇલો સામેલ છે. લોકોએ કહ્યું કે જે ઇ-મેલ, પાસવર્ડનો હું વર્ષો પહેલા ઉપયોગ કરતો હતો તે આજે પણ આ ફાઈલમાં સેવ છે.

3 36આ રીતે ચકાશો પાસવર્ડ ઇ-મેલ હેક થયા છે કે કેમ ?

રિસર્ચર ટ્રૉય હંટ એક વેબસાઇટ haveibeenpwned.com ચલાવે છે. આ વેબસાઇટ દ્વારા યુઝર્સ ચેક કરી શકે છે કે ક્યાંક પોતાનું ઇમેલ એડ્રેસ અથવા પાસવર્ડ હેક તો નથી થયો ને ? તે માટે

*પહેલાં haveibeenpwned.com પર જઇને ડાયલૉગ બૉક્સમાં પોતાનું ઇમેલ એડ્રેસ નાંખવું પડશે.

hackthreat*ઇમેલ આઇડી નાંખ્યા બાદ જો `Good News – no pwnage found’ લખેલું આવે તો સમજવું કે તમારું આઇડી હેક થયું નથી.

*જો ` Oh No – pwned’ લખેલું આવે તો સમજવું કે  કે તમારુ ઇમેલ આઇડી હેક થઇ ચુક્યું છે.જેથી તમારે તમારા ઈ-મેલની સુરક્ષા માટે પાસવર્ડ બદલવાની જરૂર છે. તેવી જ રીતે

4 32*https://haveibeenpwned.com/Passwords પર જઇને પણ પાસવર્ડ હેકિંગની જાણકારી મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.