બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે

રાજય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને કલેકટર મેયરની પ્રેરક ઉપસ્થિતિ

તેઓના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રુબરુ જઈને, લાખો પરિવારોને રુબરુ મળી મળીને તેમણે પારિવારિક શાંતિનાં જે અમૃત પાયાં હતાં, તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્ય લોકો માણી રહ્યા છે, અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્મરણ કરી રહ્યા છે.

Shatabdi Sevak 4

પ્રમુખસ્વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમૃતને, તેઓના શતાબ્દી પર્વે બીજાં અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે, તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું.

પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્દી સેવકો ગામડે – ગામડે અને શહેરી વિસ્તારોમાં ઘૂમવા મંડ્યા.પ્રત્યેક ઘરના સંપર્ક દરમ્યાન શતાબ્દી સેવકોએ પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (1) ઘરસભા (2) સમૂહ ભોજન (3) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિ:સ્વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંયને વ્યસનો પણ છોડાવ્યાં. પ્રત્યેક મુલાકાતને અંતેસદભાવીના પરિવારમાં સર્વપ્રકારે સુખ-શાંતિ રહે તે માટે શતાબ્દી સેવકો હૃદયપૂર્વક પ્રાર્થના કરીને વિદાય લેતા હતા.

તા. 31/1/2022 થી પુન: શરુ થયેલ આ અભિયાન તા. 15/4/2022 સુધી સતત અઢી મહિનાના પ્રચંડ અભિયાનના અંતે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ તે એક ફળશ્રુતિરૂપે આમ રજૂ કરી શકાય:

આ પારિવારિક શાંતિ અભિયાન અભિયાનમાં કુલ 72,806 પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં. ભારતનાં કુલ 17 રાજ્યોનાં કુલ 10,012 જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. કુલ 24,00,052 જેટલાં પરિવારોમાં જઈને 60,57,635 વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી.

આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ 100થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ શતાબ્દી સેવકોએ કુલ 72,00,000 થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું.  તેના ફળસ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને

4,24,696 પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો. 10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો.19,38,375 પરિવારોએ દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કર્યો. આ અભિયાન સમાપનઅંતર્ગત વિવિધ સેન્ટરોમાં યોજાયેલ પારિવારિક શાંતિ અભિયાનના શતાબ્દી સેવકોના અભિવાદનના કાર્યક્રમ અનુસાર રાજકોટના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનમાં અમૂલ્ય સેવા આપનાર શતાબ્દી સેવકોના અભિવાદનનો ભવ્ય કાર્યક્રમ સદ્દગુરુવર્ય સંત પ.પૂ.કોઠારી ભક્તિપ્રિય સ્વામીના સાનિધ્યમાં યોજાવામાં આવ્યો હતો. જેમાં ધૂન પ્રાર્થના બાદ શતાબ્દી સેવકોએ અને સદ્દભાવીઓએ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પારિવારિક શાંતિ અભિયાનના સમાપન પ્રસંગે રાજકોટના1500 શતાબ્દી સેવકોએ 35000 ઘરોનો સંપર્ક કર્યો

આ સમારોહમાં કેબિનેટ મંત્રીઅરવિંદભાઈ રૈયાણી, સાંસદરામભાઈમોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ,મેયરશ્રી પ્રદીપભાઈ ડવ સહિત આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના આદેશ અનુસાર સૌનું જીવન બને એવા આશીર્વાદ પાઠવ્યા હતા. આજના સમારોહમાં દસ હજાર ઉપરાંત ભકતોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.