Abtak Media Google News

 

સૌથી વધુ વિદ્યાર્થીઓ 21471 બીએમાં નોંધાયા

અબતક,રાજકોટ

સૌ.યુનિ.ની ચોથા તબક્કાની પરીક્ષા આગામી સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ પરીક્ષામાં કુલ 71266 વિદ્યાર્થીઓ 100થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપવાના છે. જેનીતમામ વ્યવસ્થા અત્યારથી જ થઈ ચૂકી છે.

મળતી માહિતી મુજબ બીએ સેમ.1માં 21471, બીએએલએલબી સેમ.3માં 67, બીએએલએલબી સેમ.7માં 45, બીબીએ સેમ.1 5413, બીસીએ સેમ 1માં 6429, બીકોમ સેમ.1માં 27603, બીજેએમસી સેમ.1 95, બીઆરએસ સેમ.1માં 160, બીએસડબલ્યુ સેમ.1 5410, બીએસસી સેમ.1માં 5410, બીએસસીઆઈટી સેમ.1માં 398, એમએ સેમ.1માં 521, એમસીએ.સેમ.3માં 59, એમકોમ સેમ.1માં 1302, એમઆરએસ સેમ.1માં 47, એમએસસી.સેમ.1માં 34,એમએસડબલ્યુ સેમ.1માં 325, પીજીડીસીએ સેમ.1માં 71 સહિત કુલ 71266 વિદ્યાર્થીઓ સોમવારથી પરીક્ષા આપશે.

આ પરીક્ષા માટે સૌ.યુનિ. સંલગ્ન જુદાજુદા 100થી વધુ કેન્દ્રોમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી કોઈ દુઘટના ન થાય તે માટે પુરતી તકેદારી તેમજ 50 થી વધ ઓબઝર્વરની નિમણુંક પણ કરવામાંઆવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.