મેયર ડો. પ્રદિપ ડવ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી રહ્યા ખાસ ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ થી શરૂ થયેલી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ગીતાંજલી કોલેજ દ્વારા રાજકોટ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રાના પ્રસ્થાન સમયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર પ્રદીપભાઈ ડવ, ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, વોર્ડ કોર્પોરેટર નેહલ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા, ગીતાંજલિ કોલેજના ચેરમેન શૈલેષભાઈ જાની સહિતના અગ્રણીઓએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મેયર પ્રદિપભાઈ ડવએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા અભિયાન કરેલા આહવાનને ગીતાંજલી કોલેજના યુવાનો દ્વારા ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે. આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ હર ઘર તિરંગા લહેરાવવા માટે પ્રોત્સાહિત થશે. આગામી 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં યોજાનાર તિરંગા યાત્રામાં રાજકોટવાસીઓને જોડાવા અનુરોધ કર્યો હતો.
આ તિરંગા યાત્રા મોટીટાંકી ચોકથી ફૂલછાબ ચોકથી લીમડા ચોક થઈને ગીતાંજલી કોલેજ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાંજલી કોલેજોના 700 થી વધુ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.