ભાજપના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયાને જીતાડવા સંકલ્પ
વિધાનસભાની સામાન્ય ચુંટણીને આડે હવે માત્ર સાત દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ તમામ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં પૂરજોશથી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે, જાધજોધપુર શહેર અને ગ્રામ્યમાં ઉમેદવાર ચીમનભાઇ સાપરીયાએ અગાઉથી આયોજન કરી સમર્થને, ટેકેદારો અને આગેવાનોને સાથે રાખી જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે, તેમને ઠેર ઠેરથી પ્રચંડ સમર્થન પણ મળી રહ્યું છે. ચીમનભાઇ સાપરિયાના મિલનસાર સ્વભાવના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ‘કમળ’ ધારણ કરી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. બન્ને પક્ષના લગભગ 700 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઇ ખાંટ આજે તેમના સમર્થને સાથે તથા જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટર્સ સાથે કોંગ્રેસમાં વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદેદારો અને અસંખ્ય કાર્યકરોએ પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
આ ઉપરાંત ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ અને માકેટીંગ યાર્ડના પૂર્વ ડીરેકર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ) તેમ જ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા પણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
આ તમામ હોદેદારો અને કાર્યકરોએ ચિમનભાઇ સાપરિયાને જંગી બહુમતિથી જીતાડવા સંકલ્પ કર્યા છે. મતદાન આડે હવે માત્ર સાત દિવસ જ બાકી છે ત્યારે ચિમનભાઇ સાપરિયાએ પણ એડી ચોટીનું જોર લગાવી પ્રચાર અને લોકસંપર્ક વધુ તે જ ગતિ આપી છે.