- પીજીવીસીએલની યુદ્ધના ધોરણે ચાલતી સમાર કામગીરી :
- ઓન રેકોર્ડ 39,983 વીજ પોલ અને 5382 ટીસી ડેમેજ
કચ્છના 650થી વધુ ગામોમાં હજુ પણ વીજળી વગરના છે. જેને લઈને પીજીવીસીએલની યુદ્ધના ધોરણે ચાલતી સમાર કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ઓન રેકોર્ડ 39,983 વીજ પોલ અને 5382 ટીસી ડેમેજ છે.
બીપરજોય વાવાઝોડાના કારણે પીજીવીસીએલને વ્યાપક નુક્સાની થઈ છે. હજુ પણ અનેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ શક્યો નથી. મોરબી સર્કલ હેઠળ હજુ 148 જ્યોતિગ્રામ અને એક જીઆઇડીસી ફીડર બંધ છે. 2033 વીજ પોલ અને 103 ટીસી ડેમેજ છે.રાજકોટ ગ્રામ્ય સર્કલમાં 199 જ્યોતિગ્રામ ફીડર બંધ છે. 893 વીજ પોલ અને 103 ટીસી ડેમેજ છે.
પોરબંદર સર્કલ હેઠળ 1306 વીજ પોલ અને 57 ટીસી ડેમેજ છે. જૂનાગઢ સર્કલ હેઠળ 98ઇ વીજ પોલ સને 75 ટીસી ડેમેજ છે. જામનગર સર્કલ હેઠળ 18 જ્યોતિગ્રામ, 474 એગ્રીકલ્ચર, 2 અર્બન, 3 એચટી ફીડર બંધ છે. જ્યારે 79 ગામો બંધ છે. 1 નગર બંધ છે. 24835 વીજ પોલ અને 4756 ટીસી ડેમેજ છે. ભુજમાં 99 જ્યોતિગ્રામ, 447 એગ્રીકલ્ચર, 3 અર્બન 22 એચટી અને 17 જીઆઇડીસી ફીડર બંધ છે. 2619 વીજપોલ અને 45 ટીસી ડેમેજ છે. અંજારમાં 50 જ્યોતિગ્રામ, 225 એગ્રીકલ્ચર, 7 અર્બન, 38 એચટી, 39 જીઆઇડીસી ફીડર બંધ છે. 256 ગામોમાં વીજપુરવઠો બંધ છે. 6050 પોલ અને 175 ટીસી ડેમેજ છે.
ભાવનગરમાં 8 એગ્રીકલ્ચર ફીડર બંધ છે. 85 વીજ પોલ અને 6 ટીસી ડેમેજ છે. બોટાદ સર્કલમાં 7 એગ્રીકલ્ચર ફીડર બંધ છે. 166 વીજપોલ અને 1 ટીસી ડેમેજ છે. અમરેલી સર્કલમાં 167 એગ્રીકલ્ચર ફીડર બંધ છે. 1 ગામમાં પુરવઠો બંધ છે. 661 વીજ પોલ અને 32 ટીસી ડેમેજ છે. સુરેન્દ્રનગર સર્કલમાં 93 એગ્રીકલ્ચર ફીડર બંધ છે. 303 પોલ અને 10 ટીસી ડેમેજ છે.