- ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રની શ્રેષ્ઠતા માટે એક ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકટ્સ દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત
- રાજકોટના આંગણે આર્કિટેક્ટસ્નો જમાવડો: આ કાર્યક્રમમાં 600થી વધુ આર્કિટેકો રહ્યા ઉપસ્થિત
ભારતમાં સ્થાપત્યના વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતીઅગ્રણી રાષ્ટ્રીય સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફઆર્કિટેક્ટ્સ દ્વારા આ ક્ષેત્રમા થયેલા શ્રેષ્ઠ કામોને સન્માનિત કરવા માટે નેશનલ એવોર્ડ્સ કરવામાં આવ્યું છે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ ભારતસ્થિત ક્વોલીફાઇડ અને વ્યવસાયિક આકીઁટેક્ટ્સ માટેની રાષ્ટ્રીય સંસ્થા છે. 1917 માં સ્થપાયેલી આ સંસ્થામાં આજે 29,000 થી વધુ સભ્યો છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને સમગ્રભારતમાં 100 થી વધુ કેન્દ્રો અને પેટા-કેન્દ્રો છે. સમાજના તંદુરસ્ત માળખાના વિકાસમાં સહભાગી થવા અને શહેરો અને ગામોના સુવ્યવસ્થિત વિકાસ માટે સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહે છે. વિવિધ પ્રકારના સેમિનાર, એવોડ્સઁ વગેરે માધ્યમો દ્વારા સ્થાપત્ય , તેના શિક્ષણ અને વ્યવસાયને પ્રતિબધ્ધ કરવા માટે સંસ્થા સક્રીય રીતે કાર્યત રહે છે. આ સમગ્ર કાયઁક્રમ, લાઇવ જ્યુરી અને તે પછીની વિવિધ પાસાઓની પ્રશ્ર્નોત્તરી તથા ચચાઁ, વિષય સાથે સંકળાયેલા સ્થાનીક અને આમંત્રિતો માટે એક નવા આયામ તરફ લઇ જશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (આઈઆઈએ) ગુજરાત ચેપ્ટર, સ્થાનિકભાગીદારો અને પ્રાયોજકો સાથે આ એવોડ્સનુ અભુતપૂવઁ આયોજન અવિસ્મરણીય બની રહે માટે ખંતપૂર્વક કામ કરી રહ્યુ છે.
પ્રથમ વખત, આઈઆઈએ નેશનલ એવોર્ડ્સ 2023 માં પ્રોડક્ટ લોન્ચપેવેલિયન શુભ આરંભ કરવામાં આવ્યો હતો, જે સ્થાપત્ય અને બાંધકામ ક્ષેત્રમાં અત્યાધુનિક ઉત્પાદનો અને તકનીકો રજૂ કરી હતી. આ નવી પહેલ ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ માટે આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને ઉદ્યોગ વ્યાવસાયિકો સમક્ષ તેમની નવીનતમ પ્રોડક્ટ્સ કરવામાં આવી હતી. આઈઆઈએ દ્વારા યોજાતા આ રાષ્ટ્રીય એવોર્ડ્સનો ઉદ્દેશ્ય, ભારતમાં સ્થાપત્યક્ષેત્રની શ્રેષ્ઠતા માટે એક ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવાનો છે. પર્યાવરણ, સંસ્કૃતિ, રાષ્ટ્રની ભાવિ સમસ્યાઓ અને જરૂરિયાતોને આપણા આર્કિટેકસ સર્જનાત્મક ડિઝાઇન દ્વારા સમજ પૂર્વક ન્યાય આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ એફ આકીઁટેક્ટ્સ દ્વારા આપવામા આવતા આ એવોર્ડ્સ, દેશમા યોજાતા આ વિષયના સવોઁચ્ચ પારીતોષિકો પૈકીના એક છે.