ધ્રોલ નજીક ભૂચરમોરી ખાતે વીર સપુતોએ શહીદી વ્હોરી લેતા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે; ગુજરાતભરની રાજપુતાણીઓ ૨૩મી ઓગષ્ટે તલવાર રાસ રમી વિશિષ્ટ રીતે શ્રદ્ધાંજલિ આપશે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છેલ્લા ૨૭ વર્ષોથી જામનગરના ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ખાતે જ્યાં વીર સપુતોએ શહીદી વ્હોરી ઈતિહાસ રચેલો ત્યાં દર વર્ષે શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે અને તેની શૌર્યગાથા રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ પ્રેરીત અને મહિલા સંઘ આયોજીત વીર શહીદ સપૂતોને વિશિષ્ટ રીતે શ્રધ્ધાંજલી અર્પવામાં આવનાર છે. જેમાં ૨,૦૦૦ કરતા પણ વધુ રાજપુતાણીઓ સતત ૧૦ મીનીટ સુધી તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ રચશે. જેનું નોમિનેશન પણ યેલું છે. કાર્યક્રમ ભૂચરમોરી ખાતે ૨૩ ઓગષ્ટના રોજ યોજાશે. રાજપૂત સંસ્કૃતિનો ઈતિહાસ હંમેશા શૌર્યભર્યો અને અમર રહ્યો છે. તેને જાળવી રાખવા અને શૌર્યગાા રજૂ કરતા આ તલવાર રાસને નિહાળવા સર્વેને રાજપુત યુવા સંઘ વતી અનુરોધ કરાયો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાતના ૧૬થી વધારે જિલ્લાઓમાં અ.ગુ.રા.યુવા સંઘ અને મહિલા સંઘના કાર્યકર્તાઓ આગ મહેનત કરી રહ્યાં છે.
રાજપુતાણામાં રહેલા શૌર્ય-ક્ષાત્રત્ય માન-મર્યાદા અને શૌર્ય શક્તિ વિશ્ર્વ ફલક પર રેકોર્ડ બનાવી રાજપુત યુવા સંઘ તેમજ સમગ્ર હાલારનું નામ રોશન કરી રાજપૂત સમાજને ઝળહળતી સિધ્ધી અપાવશે. આ માટે સંસના પ્રણેતામાં ડો.જયેન્દ્રસિંહ જાડેજા તા તેમની સમગ્ર ટીમ અને મહિલા સંઘની ટીમ અભિનંદનને પાત્ર છે.
કાર્યક્રમને સફળ બનાવવા દશરબા એમ.પરમાર (અધ્યક્ષા), જયશ્રીબા પી.જાડેજા (ઉપાધ્યક્ષ), શારદાબા બી. જાડેજા, હીનાબા બી.ગોહિલ, કીર્તિબા જી.ઝાલા, હંસનીબા જાડેજા, પદ્મીનીબા વાળા, ઈલાબા જાડેજા, ગીતાબા ચુડાસમાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સમાજની જે કોઈ બહેનો તલવાર રાસમાં ભાગ લેવા ઈચ્છતી હોય તેમણે દશરબા પરમાર (મો.નં.૯૯૯૮૦ ૨૫૩૬૪) અવા જયશ્રીબા જાડેજા (મો.નં.૯૯૨૫૨ ૪૮૩૦૦)નો સંપર્ક કરી શકે છે.