મર્યાદિત રકમથી વધુ ભાડુ ચૂકવનારાઓ ઉપર ૫ ટકા ટીડીએસનું ભારણ
દેશભરમાં એકસમાન કરમાળખુ જીએસટી લાગુ વાી ઘણી બાબતોએ મોટાપાયે ઉતાર-ચઢાવ જોવા મળશે. જીએસટી લાગુ થવાથી ટેકસમાં લોકોને ઘણા ફેરફારોનો પણ સામનો કરવો પડશે જેમાં ૫૦ હજાર રૂપિયાથી વધુ ભાડુ ભરનારનું આવી બનશે. એક જુલાઈથી જો જીએસટી લાગુ થઈ જશે તો દર મહિને ૫૦ હજારથી વધુનું ભાડુ ભરતા લોકોને ફરજીયાતપણે ૫ ટકા ટીડીએસ ભરવો પડશે. આ માટે ઈન્કમટેકસ એકટ સેકશન ૧૯૪માં જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મર્યાદિત રકમ કરતા વધારે ભાડુ ભરતા લોકોએ ટીડીએસ ભરવો પડશે.
આ નિયમની સૌથી વધુ અસર મેટ્રો સિટીમાં રહેતા લોકોને પડશે કારણ કે, મેટ્રો સિટીમાં રહેતા લોકોને મકાન અને ફલેટ માટે ધરખમ ભાડુ ભરતા હોય છે. આવા ભાડુઆતોને હવે ૫ ટકા ટીડીએસનો બોજ પણ સહન કરવો પડશે. આ માટે સીબીડીટી દ્વારા ૮મી જૂની નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ બાબતે હજુ ઘણી સ્પષ્ટતાઓ બહાર પાડવામાં આવશે.
ટેકસ એકસ્પર્ટોના કહ્યાં પ્રમાણે ૫૦ હજારી વધુ ભાડા ઉપર ટીડીએસનો નિર્ણય યોગ્ય લાગી રહ્યો ની કારણ કે મુંબઈ જેવા શહેરોમાં નાના મકાનો માટે પણ સામાન્ય રીતે આટલું ભાડુ ભરવું પડે છે. જેથી લોકો ઉપર બોજ વધશે. વધુમાં ટીડીએસી બચવા માટે છટકબારીઓ પણ શોધવામાં આવે તેવી પૂરેપુરી સંભાવના છે. જો ભાડુઆતો પર ભારણ વધારવામાં આવે તો ટીડીએસી કઈ રીતે બચવું તેના નુસ્ખાઓ બહાર આવશે અને કરચોરીના પ્રમાણમાં વધારો થશે.
જો કે ભાડાને કઈ રીતે ગણતરીમાં લેવું તે બાબતે હજુ ઘણી સ્પષ્ટતા કરવી પડશે કારણ કે, ઘણી વખત ખાલી મકાન અને ફર્નીચર સોના મકાનના ભાડામાં ફેરફાર હોય છે ત્યારે ઘણા લોકો ફર્નીચરનું ભાડુ અલગ રીતે દર્શાવીને ટીડીએસી બચવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત બીજી પણ ઘણી છટકબારીઓ રહેતી હોવાી સીબીડીટીએ યોગ્ય અમલીકરણની દિશામાં ધ્યાન આપવું પડશે.