ઓરી-‚બેલા રસીકરણ અભિયાનનાં પ્રથમ તબકકામાં શિક્ષકો અને વાલીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ

મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબકકામાં ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને ‚બેલાનું રસીકરણ ચાલુ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજીત ૧૮૦ જેટલી શાળામાં સાડા ત્રણ લાખ ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૧૫૦થી વધારે વેકસીનેશન ટીમ દ્વારા ઓરી અને રૂબેલાનગી, કોર્પોરેશન તથા ધાર્મિક શાળાના તમામ આચાર્ય, શિક્ષકોનું સારું યોગદાન મળી રહેલ છે.

આજરોજ સુધીમાં રાજકોટ શહેરમાં ૧૮૨ શાળામાં ૫૦,૨૦૦થી વધુ, નવ માસથી પંદર વર્ષના બાળકોને સલામત રીતે રસીકરણ કરેલ છે. અત્યાર સુધીમાં આત્મીય, જસાણી, મોદી, કેન્દ્રીય વિદ્યાલય, કોટક સ્કુલ, મુરલીધર, માસુમ તથા કોર્પોરેશનની શાળાઓ વિગેરે જેવી શાળામાં ૧૦૦% ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને રસીકરણ કરેલ છે.

આ કાર્યક્રમને આઈએમએ, આઈએપી, પ્રાઈવેટ શાળાના સંચાલકો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજના ડોકટર એસોસીએશનના પ્રમુખ ડો.કાદરીએ સફળ બનાવવા અપીલ કરેલ છે. ઓરી-‚રૂબેલા રસીકરણથી બાળકોને કોઈ આડ અસર થતી નથી. તેથી વાલીઓએ ગભરાયા વગર પોતાના બાળકોને ઓરી-‚રૂબેલાનું રસીકરણ કરાવવા મેયર અને આરોગ્ય સમિતિના ચેરમેનને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.