જીએલપીસી અને જીલ્લા વહીવટી તંત્ર આતંકવાદી જેવો વ્યવહાર કરતી હોય સૈનિકોના હાથે મોત માંગ્યું

ભાવનગર જીલ્લાના ૧ર ગામોની જમીન રાજય સરકારની જીપીસીએલ કંપનીએ સંપાદન કર્યાનો ર૦ વર્ષ બાદ આ જમીનનો બળજબરીથી કબજો લેવા સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવતા ૫૨૫૯ ખેડુતોએ ઇચ્છા મૃત્યુ આપવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સમક્ષ અરજી કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ર૦ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લામાં ટોલ આધારીત પાવર પ્લાંન્ટ માટે સરકારની જીપીસીએલ કંપની દ્વારા જીલ્લાના ૧ર ગામોની હજારો એકર જમીન સં૫ાદન કરવામાં આવી હતી.

પરંતુ ૨૦-૨૦ વર્ષ સુધી આ જમીનનો કબજો નહી લેતા ખેડુતો આ સંપાદીત થયેલી જમીન પર ખેતીવાડી કરી જીવન નિર્વાણ ચલાવી રહ્યા છે.

બીજી તરફ ર૦ વર્ષ બાદ અચાનક જ જીપીસીએલ કંપની દ્વારા ગત મહિને આ સંપાદીત થયેલી જમીનનો કબ્જો મેળવવા જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસને સાથે રાખી પ્રયાસ કરતા ૧ર ગામોના ખેડુતો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા સરકારે બળ પ્રયોગ કર્યો હતો. જેના જવાબમાં ખેડુત અગ્રણી નરેન્દ્રસિંહ ગોહિલે જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ને આગળ ધરી નિયમ મુજબ કંપનીએ પાંચ વર્ષમાં આ જમીનનો કબજો મેળવી જે હેતુ માટે જમીન સંપાદન થઇ હોય તે પ્રોજેકટ કરુ કરવો જોઇએ તેવું જણાવી આ કિસ્સામાં પુન: સઁપાદનની કાર્યવાહી કરવી પડે તેમ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન ખેડુતો પર બળપ્રયોગ કરી અશ્રુવાયુ છોડવામાં કિસ્સા બાર બારેય ગામોમાં સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરી હોય ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ૧ર ગામના કુલ ૫૨૫૪ ખેડુતોએ હવે જીવન નિર્વાહ માટેની ખેતી છીનવાઇ જતા ઇચ્છામૃત્યુ જ છેલ્લો વિકલ્પ હોવાનું જણાવી દેશના વડાપ્રધાન અને રાજયનાં મુખ્યમંત્રી સમક્ષ રાઇટ ટુ ડાઇની અરજી કરી છે.

આ મામલે ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલે પણ જણાવ્યું હતું કે ખેડુતોની અરજી રજીસ્ટ્રી શાખા થકી મળી છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં સરકારની જીપીસીએલ કંપની અને ખેડુતો સામ સામ આવી ગયા હોય નવા જુનીનો સંકેતો સાંપડી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.