ગાંધી હોસ્પિટલમાં કરોડોનાં ખર્ચે ફ્લોપી આધારિત દર્દીઓ માટે સીટી સ્કેન મશીન અંદાજે 12 વર્ષ પહેલા મૂકવામાં આવ્યું હતું. પરંતુ વર્ષોથી બંધ હાલતમાં સીટી સ્કેન મશીનને ગાંધી હોસ્પિટલના રૂમમાં પુરી દેવાયું
સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી સરકારી ગાંધી હોસ્પિટલમાં દરરોજ અંદાજે 500થી વધુ ઓપીડી નોંધાય છે. પરંતુ 7 નંબરના રૂમમાં વર્ષોથી સિટી સ્કેન મશીન બંધ હાલતમાં પૂરાયેલુ છે. પરિણામે હોસ્પિટલમાં સીટી સ્કેનના અભાવે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે બંધ પડેલું અને વર્ષો જૂનું સીટી સ્કેન મશીનની કાર્યવાહી કરીને દર્દીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.
બીજી તરફ હાલ તો ટેક્નિશિયન અને નિષ્ણાતના અભાવે આ મશીનનો કોઇ ઉપયોગ થતો નથી અને તે બિનઉપયોગી હોવાનું બહાર આવ્યું હતું. જોઇ કોઇ આવા દર્દી આવે તો તેને સારવાર માટે રાજકોટ કે અમદાવાદ રિફર કરવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી ઘટનાઓ કે ગંભીર બીમારીમાં દર્દીઓને મોટા ભાગે સુરેન્દ્રનગર લાવવામાં આવે છે. જેમા ગાંધી હોસ્પિટલ લવાયા બાદ સુવિધાના અભાવે દર્દીઓને અન્ય હોસ્પિટલો જવુ પડે છે. અને દર્દીઓના પરિવારજનોને સીટી સ્કેન માટે રૂ. 1200થી 3000 દેવા પડતા હોવાની રાવ ઊઠી છે.