કોરોનાએ હજુ માંડ પૂરો કેડો મુક્યો નથી, ત્યાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. કોરોનાના કેસ ઓછા થતાં હજુ માંડ સ્થાનિક તંત્ર તેમજ લોકોની ચિંતા ઓછી થઇ હતી ત્યાં આવા મચ્છરજન્ય રોગોએ રોગચાળો ફેલાવતા રાજ્યભરમાં મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. એમાં પણ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500થી વધુ લોકોના ચિકનગુનિયાથી હાથ-પગ ઝકડાઇ જતા મોટી ચિંતા ઉભી થઇ છે.

પડધરીના ઉકરડા ગામે મોટી સંખ્યામાં ચિકનગુનિયાના કેસ સામે આવતા સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે. જો કે લોકોમાં એવી પણ ચર્ચા અને ભય ફેલાયો છે કે આ ચિકનગુનિયા જ છે કે અન્ય કોઈ વાયરસ…!! ગામજનોનું કહેવુંવું છે કે અચાનક જ સાંધા ઝકડાઇ જાય છે. સતત ઠંડી અને ખંજવાળના લક્ષણો પણ જોવા મળે છે.

ગાંધીનગરથી આરોગ્ય ટીમ ઉકરડા ગામ પહોંચી

ઉકરડા ગામની વકરતી જતી આ સ્થિતીથી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગામ સ્થિતિની રાજ્ય કક્ષાએ નોંધ લેવાતા આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગરથી ટીમ મોકલવામાં આવી છે. સ્થિતિ થાળે પાડવા બે મેડિકલ ઓફિસરને ખડેપગે રખાયા છે. ગામમાં સર્વે માટે ચાર આરોગ્ય ટીમ મૂકવામાં આવી છે. જેઓ દ્વારા વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગ્રામજનોના વધુને વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.