દેશના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્યને આંબવા માટે હવે રાષ્ટ્ર સજ્જ
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં સુનિયોજીત રીતે આગળ વધી રહેલા રાષ્ટ્ર નિર્માણના અભિયાનના પાયાની જરૂરીયાત રોજગારીના ક્ષેત્રને વધુને વધુ સુદ્રઢ બનાવવાના સંકેતો મળી રહ્યાં છે.
કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોની સાથે સાથે દેશમાં નિકાસ ક્ષેત્રના વિકાસની વિશાળ સંભાવના વ્યકત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વાસ્તવિક બનાવવાની હિમાયત કરી છે.
દેશમાં ગ્રામિણ, આદિજાતિ અને ૧૧૫ જેટલા પછાત જેવા જિલ્લાઓનું નજીવા વિકાસ દરને ખાસ ધ્યાનમાં લઈ લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને પછાત જિલ્લા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી ધ્યાન કેન્દ્રીત કરવાની હિમાયત કરી હતી. નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રોજગારી કેવી રીતે નિર્માણ કરી નિકાસમાં વધારો કરવા દ્રષ્ટિ વિકસાવવાની જરૂર છે.
બુધવારે ૧૭મી ભારતીય ઉદ્યોગીક બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, નાના અને મધ્યમ ઉદ્યોગનો ફાળો મહત્વનો છે. આ ક્ષેત્રનો વિકાસ દરમાં ૩૦% અને નિકાસમાં ૪૮%નો ફાળો અને ૧૧ કરોડ રોજગારી ધરાવે છે. આ ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં વધુ પાંચ કરોડ નોકરીઓ ઊભી કરી અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવાશે.
ગ્રામિણ ઉદ્યોગમાં બે વર્ષમાં ૫ લાખ કરોડ રૂપિયાની આવક ઉભી કરી શકાશે. આ બેઠકમાં ઈ-કોમર્સના મુખ્ય એમેઝોનને સીઆઈઆઈએ દસ રાજ્યોમાં લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોમાં ડિજીટાઈઝેશન માટે કરારો કર્યા હતા અને નવા રોજગાર, તાલિમ, કુશળતા અને ઈ-કોમર્સથી વિકાસ માટે મદદરૂપ થવાનું નક્કી કર્યું હતું અને સાથે સાથે નિકાસ વધારવા અને રોજગારી માટે વિચાર વિમર્શ થયા હતાં.
એમેઝોનની પ્રશંસા કરી તેમણે આ સેવા દેશના વિકાસ માટે મહત્વની ગણાવી એમેઝોન દ્વારા ૭૦ હજાર કરોડ રૂપિયાની નિકાસની સરાહના કરી હતી. આગામી દિવસોમાં આ નિકાસ બે લાખ કરોડ સુધી પહોંચે તેવી આશા વ્યકત કરી હતી. સાથે સાથે સીઆઈઆઈએની ડિઝીટલ પ્રવૃતિ માસ્ટર કાર્ડ જેવી સેવાઓ ઉદ્યોગ જગત, અર્થતંત્રને ગ્રામિણ, ઉદ્યોગીક વસાહતોમાં ૩ લાખથી વધુ નાના ઉદ્યોગોને આધુનિક બનાવી રહી છે. લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગકારોને શિક્ષિત અને તાલિમ આપવાનો હેતુ અને ડિજીટલ અર્થતંત્રને વેગ આપવાની મહત્વકાંક્ષા છે.