માળીયા મિયાણાના ૨ હજાર લોકો પુરાસરગ્રસ્ત: જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂર-પ્રકોપને કારણે પચાસ કરોડથી વધુની નુકશાનીનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે ખાસ કરીને માળીયા પંથકમાં મીઠા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું છે અને લોકોની ઘરવખરી તબાહ થઇ ચુકી છે ત્યારે તંત્ર દવરા નુક્શાનીનો તાગ મેળવવા સર્વેની કામગીરી શરુ કરાવી દીધી છે.
અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લામાં ટંકારા બાદ પુરપ્રકોપને કારણે માળીયા તાલુકાને ભારે નુકશાની સહન કરવી પડી છે, માળીયા મીઠાં ઉદ્યોગને જ રૂપિયા ૨૫ કરોડ જેટલું નુકશાન પહોચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ ઉપરાંત ખેતીવાડીની જમીનનું ધોવાણ ઉપરાંત પાક નુકાશનનીનો આકતો ખુબજ મોટો છે.
દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળીયા તાલુકામાં થયેલી ખાન ખરાબીનો સાચો તાગ મેળવવા માટે સર્વે ટીમોને કામે લગાડી છે જે ટીમો દ્વારા ખેડૂતો,ઉધોગો,અને અન્યોને નુકશાનનો સર્વે કરશે.વધુમાં માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીરવિદરકા,હરિપર,ફતેપર,ખીરઈ, મેઘપર,નવાગામ,રાસંગપર સહિતના ગામોને પૂરની સૌથી વધુ અસર થઇ છે ઉપરોક્ત ગામોમાં લોકોની ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત માળીયા તાલુકામાં નર્મદા કેનાલની પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અનેક જગ્યાએ કેનાલના પાળા તથા કિનારા તૂટી ગયા છે જેમાં મોરબી શાખાની રૂપિયા ૪૫ લાખ,ધ્રાંગધ્રા શાખાની રૂપિયા ૪૦ લાખ અને માળીયા ને ૪૮ લાખ નું નુકસાન થયાનું બહાર આવ્યું છે.માળીયા તથા વાકાનેર પંથકમાં ૧૧૨૦ હેક્ટર જમીન નું ધોવાણ તથા ૩૧૦૦ હેક્ટરમાં પાકને નુકશાન થયાના આંકડા બહાર આવ્યા છે જોકે આ આંકડા હજુ પ્રાથમિક સર્વેના છે સાચો આંક સર્વે બાદ જ સામે આવશે.
મોરબી,માળીયા,વાંકાનેર અને ટંકારા તાલુકામાં ૧૫૩ તળાવો અને ૩૬ ચેકડેમોને નુકશાન થયું છે ઉપરાંત ૧૩ પશુઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિને કારણે જિલ્લાના માર્ગોને પણ કરોડોનું નુકશાન પહોંચ્યું છે અને ૪૦ રોડ રસ્તાને નુકશાન પહોંચ્યું છે જેનો નુકશાન આંક પણ ખુબ જ મોટો છે. માળીયા મામલતદાર કચેરીમાં પાણી ભારત રેકર્ડ સહિતની સામગ્રી નાશ પામી છે અને હાલ આ કચેરી સરકારી શાળામાં સ્થળાંતર કરાઈ છે. આ ઉપરાંત ખીરઈ પમ્પિંગ સ્ટેશનમાં પાણી ઘુસી ગયા હતા.