રરીતી કરનારા સામે કડક પગલા સાથે પરીક્ષાર્થીઓને મુશ્કેલી ના પડે તેની પુરી તકેદારી લેવાશે
ગીર-સોમનાથ જિલ્લાનાં ધો. ૧૦ નાં ૨૬ કેન્દ્ર તથા ધો. ૧૨નાં ૧૭ કેન્દ્રો પર તા. ૭ માર્ચથી બોર્ડની પરીક્ષા લેવાશે. જેમાં ૪૧,૨૪૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાર્થીઓને વર્ગખંડ કે બહાર કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેની પરીક્ષાતંત્ર દ્વારા પુરતી તકેદારી લેવામાં આવી રહી છે, પરંતુ ગેરરીતી કરનાર સામે કડક પગલા લેવાશે. તેમ જિલ્લા શિક્ષણાધીકારીશ્રી બી.એસ.કૈલાએ જણાવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી દ્વારા પરીક્ષા શાંતીપૂર્ણ લેવા સાથે પુરી ચોકસાઇ રાખવા જિલ્લા વહિવટીતંત્રનાં ક્લાસ-૧ અને ક્લાસ-૨ એમ કૂલ ૪૬ અધિકારીઓની લાઇઝન અધિકારી તરીકે ઓર્ડર કરવામાં આવેલ છે. આ અધિકારીઓ જિલ્લા શિક્ષણાધીકારી સાથે પરામર્શમાં રહી પરીક્ષા સબંધી કામગીરી બજાવશે. આ અધિકારીઓ સી.સી.ટી.વી. કેમેરા કાર્યરત છે સહીતનું સુપરવીઝન પણ કરશે.
ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા મટે વાલીગણને પણ સહયોગી થવા જિલ્લા શિક્ષણાધીકારીશ્રીએ અનુરોધ કર્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંત ચીત્તે આપવા સાથે વિદ્યાર્થીઓએ કરેલી મહેનત દીપી ઉઠે તે માટે પરીક્ષાતંત્રએ પુરતી વ્યવસ્થા કરી છે. તેમણે તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.