સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દેશભરમાં જાણીતી આર કે યુનિવર્સિટી માં અલગ અલગ જિલ્લાભર કોલેજોના કોલેજીયનો વચ્ચે ગેમ ફેસ્ટિવલ માં ચેમ્પિયનશિપ માટે જંગ જામ્યો છે. આર.કે યુનિવર્સિટીના 11 માં ગેમ ફેસ્ટિવલ માં આ વર્ષે કુલ છ ઇવેન્ટ રાખવામાં આવી છે જેમાં બિઝનેસ ઇવેન્ટ એન્ડ માર્કેટિંગ ડેવલપમેન્ટ સૌથી વધુ સરાહનીય બની છે ગેમ ફેસ્ટિવલમાં બહેનો માટે ખાસ રંગોળી સ્પર્ધા સેલ્ફી ઓર્ગેનાઇઝર એન્ડ ફોટો ક્લિક બિઝનેસ ઓર્ગેનાઇઝર એન્ડ ડેવલપમેન્ટ મુવીજ મંત્રા સહિતના અલગ અલગ ગેમ ઇવેન્ટના આયોજનમાં 400 કરતાં વધારે વિદ્યાર્થીઓ સહભાગી થયા છે
રાજ્યના અલગ અલગ જિલ્લાઓના કોલેજીયનોની એક થી એક ચડિયાતા પરફોર્મન્સથી નિર્ણાયકો પણ રેન્કિંગ માટે અવઢવમાં
વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા અને કૌશલ્યને ઉજાગર કરવા માટેની આ ઇવેન્ટમાં અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ વન ટાઈમ સોલ્યુશનમાં 300 થી વધારે વિદ્યાર્થીઓને કોવત બતાવ્યું હતું આ ઇવેન્ટમાં એક થી એક ચડિયાતી કોલેજીયન પ્રતિભાવો માં કોને કેવો રેન્ક આપવો તે માટે નિર્ણાયકો પોતે ઔઢવમાં મુકાઈ ગયા છે ટ્રેઝરર હન્ટના ઓર્ગેનાઇઝર હર્ષ જોશી એ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં કોલેજીયનો ની આંતરિક શક્તિ ઉજાગર થાય છે અને તેમની પ્રતિભા નીકળે છે રંગોળી સ્પર્ધાના ઓર્ગેનાઇઝર વંશીબેન ઢોલરીયા એ જણાવ્યું હતું કે આ વર્ષે રામ મંદિર સહિતના ત્રણ વસ્તુ વિષય સાથે રંગોળી સ્પર્ધા નું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ ઉજાગર થઈ છે
ફોટો ક્લિક ના ઓર્ગેનાઇઝર જાનવીબેન સાવજાની એ જણાવ્યું હતું કે ફોટો ક્લિક ગેમ ઇવેન્ટ માં નેચર અને સ્પેસ થીમ માં કોલેજીયનો એ ભારે હર્ષ પૂર્વક ભાગ લીધો છે જણાવ્યું હતું કે બિઝનેસ માટેની ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના કલ્પનાના ભાવિ આયોજનોની રજૂઆત કરી છે જેમાં ખૂબ જ અધ્યયનના દર્શન થાય છે મુવીસ મંત્રના ઓર્ગેનાઇઝર જીતેન્દ્ર મંગલાનીએ આ ઇવેન્ટ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને છીછોરે મુવી સહિતની મુવી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેના ઉપરથી વિદ્યાર્થીઓએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન અદભુત છે
આરકે યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર આરતી જોશી એ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ રાજકોટના અલગ અલગ વિસ્તારોની કોલેજો સાથે જોડાય છે ત્યારે અત્યાર સુધીમાં અમારી કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓ અનેક સારી પોસ્ટ ઉપર છે જે અમારી વિદ્યાર્થીઓ પ્રત્યેની જતન નો પુરાવો છે આર કે યુનિવર્સિટીના આ ગેમ ફેસ્ટિવલ ની લોકોએ ભારે સરાહના કરી છે