ધ્રાગધ્રા તથા હળવદ રોટરી ક્લબના મેમ્બરો છેલ્લા ઘણા વષોઁથી નિ:સહાય લોકો માટે સેવાની પ્રવૃતિ કરી રહ્યા છે. તેવામા ધ્રાગધ્રા તથા હળવદ રોટરી ક્લબના સંયુક્ત સહકારથી ધ્રાગધ્રા શહેરના આયઁસમાજ ખાતે સવઁ નિદાન મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદની સુપ્રસીધ્ધ સેવીયર હોસ્પીટલની તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા તમામ દદીઁઓને વિનામુલ્યે તપાસી પોતાની સેવા આપી હતી.

સવઁ પ્રથમ આ કાયઁક્રમ દરમિયાન ધ્રાગધ્રા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દિપપ્રાગટ્ય કરી મેડીકલ કેમ્પને પ્રારંભ કરાવ્યો હતો ત્યાર બાદ રોટરી ક્લબના દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પમા ઘુંટણને લગતી સમશ્યા, હાડકાની તકલીફ, બ્લડ પ્રેસર, ડાયાબીટીસ તથા મગજના અતિગંભીર રોગોનુ નિદાન પણ હાથ ધરાયુ હતુ.

હળવદ તથા ધ્રાગધ્રા રોટરી ક્લબના મેમ્બર અશોકભાઇ કપુર, રાજેન્દ્રસિંહ રાણા, દિલીપ સોની ગજેન્દ્ર મોરડીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી જ્યારે આ કેમ્પમા અંદાજે ૪૦૦થી વધુ દદીઁઓ દ્વારા પોતાના રોગનુ નિદાન કરાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.