તલાટી કમ મંત્રીની તૈયારી કરતા છાત્રો માટે જ્ઞાનની 8 કલાકની કાર્યશાળાનો પ્રિમીયર શો ખૂલ્લો મૂકતા સૌ.યુનિ.ના કુલપતિ ભીમાણી 

કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત સૌરાષ્ટ્ર વિસ્તારનાં વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓમાં સફળતા મળે તે માટે આયોજનબદ્ધ રીતે સતત રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સફળ તૈયારીઓ 100 થી 400 કલાકની રૂબરૂ તાલીમવર્ગો મારફત કરાવવામાં આવે છે અને જેના માધ્યમથી આજસુધીમાં હજારો વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરેલ છે .

CCDC, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આ વિધાર્થીલક્ષી પ્રકલ્પનો ફાયદો રાજ્યભરનાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં છાત્રોએ ઘર બેઠા નિ:શુલ્ક મળી રહે તે માટે સી.સી.ડી.સી. ની યૂ – ટયૂબ ચેનલનું ઉદ્ઘાટન થોડાં દિવસો પહેલાં જ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો . ગીરીશભાઈ ભીમાણીનાં વદ હસ્તે કરાયેલ હતું . આ યૂટયૂબ ચેનલમાં જી.પી.એસ.સી. , હાઈકોર્ટ એડમીનીસ્ટ્રેશન , સોફટ સ્કીલ , યુ.જી.સી. નેટ / સ્લેટ વગેરે પરીક્ષાઓનાં 400 કલાકથી વધુ તજજ્ઞોનાં  વ્યાખ્યાનો ઉપલબ્ધ કરાયેલ છે અને 4500 જેટલાં છાત્રોએ સી.સી.ડી.સી. ની યૂ – ટયૂબ ચેનલમાં પંજીકરણ કરાવેલ છે.

તાજેતરમાં યોજાનાર તલાટી – કમ – મંત્રી અને જૂનિયર કલાર્કની પરીક્ષાઓની તૈયારી કરતા રાજ્યભરનાં લાખો છાત્રોને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? તથા સામાન્ય જ્ઞાનનાં મહત્ત્વનાં વિષયો પંચાયતી રાજ , ભારતનું બંધારણ અને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય પ્રર્વતમાન પ્રવાહોની આઠ કલાકની તાલીમશાળામાં ખૂબ જ જાણીતા તજજ્ઞ  દિનેશભાઈ કણેત અને  ધવલભાઈ મારૂ નાં માર્ગદર્શન પૂરું પાડેલ . આ કાર્યશાળાનો લાભ રાજ્યભરનાં છાત્રો ધરે બેઠાં CCDC ની યૂ – ટયૂબ ચેનલ ઉપરથી મેળવી શકે તે માટે આજરોજ તા . 27-04-2022 નાં CCDCની યુ – ટયૂબ ચેનલ ઉપર ‘ પ્રિમીયર શો યુનિવર્સિટીના કુલપતિ પ્રો . ગીરીશભાઈ ભીમાણીના વરદ હસ્તે ખુલ્લો મુકાયેલ છે . સી.સી.ડી.સી.ના સંયોજક પ્રો . નિકેશભાઈ શાહે જણાવેલ છે કે , તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ માટેના ખૂબ જ મહત્ત્વના વિષયોની ફીઝીકલ કાર્યશાળાનો લાભ ઉપરોક્ત પરીક્ષાની તૈયારી કરતા રાજ્યભરના છાત્રો મેળવી શકે તે માટે ’ સીસીડીસી યુ – ટયૂબ ચેનલ’ના માધ્યમથી વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકશે . યુનિવર્સિટીના કુલપતિ પ્રો . ગીરીશભાઈ ભીમાણીએ ટીમ સીસીડીસીનાં સર્વ શ્રી સુમિતભાઈ મહેતા , ચિરાગભાઈ તલાટીયા , દિપ્તીબેન ભલાણી , આશીષભાઈ કીડીયા , હીરાબેન કીડીયા , સોનલબેન નિમ્બાર્ક વગેરેએ અભિનંદન પાઠવેલ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને યુ – ટયૂબ ચેનલનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.